આજ રોજ ભરૂચ શહેર જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્રારા ઈદ ઉલ જૂહા (બકરા ઈદ)ની નમાઝ અદા કરી એક બીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.

ભારત અને વિશ્વમાં પરંપરાગત ઈદ-ઉલ-જૂહા,જૂહા (બકરા ઈદ) અથવા દુહનો અર્થ અરબીમાં કુરબાની થાય છે.ઈસ્લામી માન્યતા મુજબ,ઈબ્રાહીમ અલે સલામ ની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના વહાલસોયા પુત્રની કુરબાની આપવાનો હુકમ કર્યો હતો. તેથી પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લઈને જ્યારે પોતાના પુત્રની કુરબાની આપવાની કર્યું અને જ્યારે તેણે પોતાની આંખ પરની પટ્ટી હટાવી જોયું તો પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો હતો. અને વેદી પર કપાયેલ બકરાનુ બચ્ચુ પડ્યુ હતુ.આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ,પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે ૬૧ર ગ્રામ કે તેનાથી વધુ ચાંદી છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે.ઈદની નમાઝ પછી કુરબાનીનુ માંસ વહેંચવામાં આવે છે અને સાથે બેસીને ઉજવણી કરવામાં આવે છે.

ત્યારે આજ રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં પણ બકરા ઇદની વિશેષ નમાઝ અદા કરી એક બીજને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.જ્યારે ભરૂચ જિલ્લા પોલીસ દ્રારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.


રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





