ડિજીવીસીએલ મેનેજમેન્ટના ત્રાસ અને અન્યાય સામે લડતના ભાગરૂપે કામદાર સંગઠનના લીડર ચિરાગ શાહ મહામંત્રી , ડિજીવીસીએલ પ્રજાસત્તાક દિન 26 મી જાન્યુઆરીએ ઉર્જા વિભાગની વડી કચેરી જીયુવીએનએલ ઓફિસ વડોદરા સામે પ્રેસ કોન્ફરન્સ કરી રાજીનામુ આપશે.
ડિજીવીસીએલ કંપની મેનેજમેન્ટ દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના હોદ્દેદારો ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ કરતા હોય અને તેમને તાબે થતા ન હોય કાયમ એજીવીકેએસ ના હોદ્દેદારોને બઢતી બદલીમાં કે અન્ય મળવા પાત્ર લાભોમાં નિયમો અને પરિપત્રોનો ભંગ કરી મનસ્વી રીતે સત્તાનો દૂર ઉપયોગ કરી અન્યાય કરવામાં આવે છે.
આ બાબતે અગાઉ પણ અન્ય કર્મચારીઓ સક્રિય સભ્યો અને હોદ્દેદારો ને થયેલ અન્યાય બાબતે પણ તમામ ઉચ્ચ સ્તરે અને સરકારમા પણ રજૂઆતો ફરિયાદો કરેલ છે. પરંતુ આજદિન સુધી ડિજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા સંસ્થામાં બઢતી,બદલી , અને મટીરીયલ ખરીદી કે કર્મચારીઓના લાભો આપવામાં થયેલ ગેરરીતીની ફરિયાદોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બાબતે “ગુજરાત સરકારના વિજિલન્સ વિભાગોમાં અને આદિવાસી ન્યાય સમિતિના અધ્યક્ષને પણ અમારા યુનિયને અને સક્રિય સભ્યો હોદ્દેદારોએ ફરિયાદ કરેલ છે.” પરંતુ ઉપરથી ફરિયાદ બિલાડીને દૂધનો પ્યાલો સાચવવા સોંપે તેમ જે તે ભ્રષ્ટાચાર આચરનાર અને તેમાં સહયોગી હોય તેવા અમારી કંપનીના અધિકારીઓને જ તપાસ સોંપવામાં આવે છે. જેના કારણે દરેક ભ્રષ્ટાચાર ના કિસ્સાઓ દાબી દેવામાં આવ્યા છે. અને ડિજીવીસીએલ મેનેજમેન્ટની હિંમત વધુને વધુ ભ્રષ્ટાચાર અને અન્યાય કરવા વધી રહી છે.
બોક્ષ : મારા કિસ્સામાં સંપૂર્ણ રીતે અમો પ્રમોશનના હકદાર હોવા છતાં અમોને ગેરકાયદેસર કાવાદાવા કરી પ્રમોશનથી વંચિત રાખવામાં આવ્યા છે.તેવા જ અમારા યુનિયન ના અન્ય સક્રીય સભ્યો એવા કેટલાક આદિવાસી અધિકારીઓને પણ પ્રમોશન,અને હાયરગ્રેડ ન આપી તેમજ ખોટી શોકોઝ ચાર્જશીટ આપી અન્યાય કરવામાં આવી રહ્યો છે.અમો આવા અન્યાય કરતા શાસનમાં કાયરતા પૂર્વક નોકરી કરી શકીએ તે મારા સ્વભાવમાં નથી. જો એક સરકારી સંસ્થામાં કામદારો અને આટલા મોટા 30000 સભ્ય ધરાવતા અને સરકારના હમેશ સમર્થક રહેલા કામદાર યુનિયનના મહામંત્રી સાથે આટલો અન્યાય થતો હોય તો અન્ય સામાન્ય કર્મચારીઓ સાથે કેટલો અન્યાય થતો હશે તે વિચાર કંપારી છોડાવી દે તેમ છે.માટે અમોએ નક્કી કરેલ છે. કે તા. 25 જાન્યુઆરીના રોજ અમારી વડી કંપની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) વડોદરા ખાતે કચેરી બહાર પ્રેસ કોન્ફરન્સ કરી ડિજીવીસીએલ કંપનિમા ચાલતા કથિત વહીવટી ભ્રષ્ટાચારો ખુલ્લા પાડશું. અને 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દીને અન્યાય કરનાર કંપનીમાં ફરજમાંથી રાજીનામું આપશું.તથા લોકશાહીનું ગળું દબાવવામાં આવતું હોય , જાહેર સેવાકીય ક્ષેત્ર કામદાર સેવા પ્રવૃત્તિમા થી પણ રાજીનામુ આપશું તેમ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ,ડિજીવીસીએલના મહામંત્રી ચિરાગ શાહે જણાવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


