ભુજ કચ્છ: હાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી યોજના અંતર્ગત ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવાની જોગવાઈ છે. તે વધારી ૧૫૦ દિવસની કરી દેવાઈ છે. હાલે કચ્છ જિલ્લામાં અછતની પરિસ્થિતિ હોઈ મનરેગા યોજના અંતર્ગત જિલ્લામાં ૨૫૫ ગ્રામ પંચાયતોમાં ૫૫૫ કામો ચાલુ છે જેમાં ૨૧,૧૩૭ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.
ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં આજદિન સુધી ૨૩,૪૬૫ કુટુંબોને રોજગારી મળેલ છે. જેના થકી ૧૨,૨૪,૫૫૫ માનવદિન ઉત્પન થયેલ છે અને ૨૧.૮૧ કરોડ ખર્ચ થયેલ છે.
આમ, દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં બહોળા પ્રમાણમાં રોજગારી મળતી હોઈ રાપર અને લખપત તાલુકા તથા જીલ્લામાંથી અન્ય સ્થળોએ રોજગારીની શોધમાં સ્થળાંતર કરતા લોકોને સ્થાનિકે પૂરતા પ્રમાણમાં રોજગારી મળતી હોવાથી લોકો સ્થળાંતર કરતા અટક્યા છે.
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




