મકાન માલીકની ઘર વખરી સહિતનો ૮ લાખ ઉપરાંતનો સમાન બળીને ખાખ.
ભરૂચ શહેરના જીએનએફસી રોડ પર આવેલા આનંદ એપાર્ટમેન્ટના એક ફલેટમાં મિલકત સબંધી ઝઘડામાં બુધવારની રાત્રિના સમયે ફ્લેટમાં દારૂ પીધેલી હાલતમાં મહિલાઓએ પ્રવેશીને
આગ લગાડતા એપાર્ટમેન્ટમાં
દોડ ધામ મચી જવા પામી હતી.
પોલીસે આગ લગાડનાર મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની મળતી જાણકારી અનુસાર ભરૂચ શહેરના જીએનએફસી રોડ પર આનંદ એપાર્ટમેન્ટમાં સંજય પટેલ તેમના પરિવાર સાથે રહે છે. તથા તેમના પ્રીતમ નગર ખાતે આવેલા મકાનમાં ભાડુઆત તરીકે રહેતા ભવાની તથા તેની પત્ની જ્યોતિ મકાન પર કબ્જો કરીને બેઠાં હતાં.અને અવારનવાર કહેવા છતાં પણ ખાલી નહીં કરતાં મકાનની બેંકની લોન બાકી હોવાથી બેંક દ્વારા મકાનને શીલ કરીને તમને મકાન ખાલી કરાવ્યું હતું.ત્યાર બાદ માલિકે બાકી રૂપિયા ભરીને મકાનનો કબ્જો મેળવી લીધો હતો.
દંપત્તીએ પોતાને મકાન ખાલી કરાવ્યાની રીશ રાખી દારૂના નશામાં ચૂર બનીને ફ્લેટમાં ઘુસી જઈને સંજય પટેલ તે સમયે ઘરમાં એકલા હોઈ તેમની સાથે ઝપાઝપી કરી હતી.સંજય પટેલ મહિલા હોવાથી પોતાના પુત્રને લઈને ઘરની બહાર નીકળી પોલીસ મથકે ફરિયાદ નોંધવા ગયા હતાં. તે સમય દરમિયાન જ્યોતિ દ્વારા ઘરમાં આગ ચાંપી દઈને બહાર નીકળી આવી હતી.
આગની જાણ તથાજ એપાર્ટમેન્ટના રહીશોએ સંજય પટેલને ફોનથી કરતા તેવો દોડી અવતાં ફ્લેટમાં આગની જ્વાળા ઓ ભભૂકી ઉઠતાં અંદર જવાય એવો કોઈ વિકલ્પ ના હતો. આગની જાણ થતાંજ જીએનએફસી તથા નગરપાલિકા ના ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
જો કે આગની ઘટના અંગે ફ્લેટ માલિકે પોલીસને જાણ કરતાં પોલીસે આગ લગાડનાર જ્યોતિની અટકાયત કરીને તેના વિરૂદ્ધ ગુનો નોંધીને તેના પતિ ભવાનીને પકડવાની તજવીજ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,લગાવેલ આગમાં મકાન માલીક સંજય પટેલનો ઘર વખરી સહિતનો લાખોનો સમાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




