રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષક,ભરૂચનાઓએ પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ અટકાવવા માટે આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલા ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ જે.એન.ઝાલા પોલીસ ઇન્સ્પેકટર દહેજનાઓને મળેલ બાતમી આધારે તેઓએ તેમની ટીમ સાથે દહેજ મુકામે વાડી ફળીયામાં રહેતા સતિષકુમાર ઉર્ફે ધર્મેશ ઉર્ફે ધમો બકોરભાઇ પટેલ ના રહેણાંક જુના મકાનમાં ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની જેમા(રોયલ સ્ટેગ,ઓફીસર ચોઇસ,૦પી.એમ, મેક્ડોવલ્સ નંબર-૧, ડી.એસ.પી. બ્લેક ડીલક્ષ,સેગ્રામ ઇમ્પીરીયર બ્લ્યુ ઓથેન્ટીક ગ્રેન વ્હીસ્કી,બેગ પાઇપર વિગેરે નાની મોટી બોટલો ૭૫૦ મીલીની ફૂલ-૧૮૪ બોટલ કિ.રૂ.૬૭,૫૧૦/- તથા ૧૮૦ મી.લી ની બોટલ નંગ- ૫૭૬ કિ.રૂ.૫૭,૬૦૦/- મળી કુલ્લે રૂપિયા-૧,૨૫,૧૧૦/-નો પ્રોહી મુદામાલ પકડી પાડેલ છે. આગામી સમયની અંદર આવા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ધંધો કરતા બુટલેગરોને ઝડપી પાડવા દહેજ પોલીસ કટીબધ્ધ છે .આ કામે આગળની તપાસ પો.ઇન્સ.જે.એન.ઝાલા નાઓ ચલાવી રહેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



