ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે આપેલ સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને હસ્તગત કરવા તથા મિંસીગ ગુમ વ્યક્તિઓ શોધી કાઢવા અંગે અવાર નવાર ડ્રાઇવો રાખી ટીમ બનાવી ચક્રો ગતિમાન કરેલ જે પૈકી પો.સ.ઇ. એ.એસ.ચૌહાણની ટીમે પાલેજ પો.સ્ટે. ગુ.ર.નં । ૨૧/૨૦૧૭ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ મુજબના કામે ગુમ/મિંસિંગ અપહ્યત બાળકીને તથા તેનું અપહરણ કરનાર આરોપી વિજયભાઇ મંગાભાઇ વસાવા રહે. ટંકારીયા તા.જી.ભરૂચને અમદાવાદ ખાતેથી પકડી પાડેલ છે અને વધુ તપાસ તથા કાર્યવાહી માટે પાલેજ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




