ચોમાસા ના બે મહિના માં ચાર વખત પ્રિમોન્સુન માટે આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખવા છતાં વેલ થી ઢંકાયેલા આ પોલ ને અળખામણો કેમ રખાયો…?
રાજપીપળા : રાજપીપળા વીજ કંપની દ્વારા અવાર નવાર પ્રિમોનસુન કામગીરી હાથ ધરાય છે જેથી પ્રિમોનસુન કામગીરી માટે ચાર થીી પાંચ વખત આખો દિવસ વીજળી બંધ રાખવામા આવી હોય આ પ્રિમોનસુન કામગીરીના કારણે અવાર નવાર વિજળી બંધ થવાથી અનેક વ્યવસાયિક ધંધાઓ પર ભારે માઠી અસરો વતૉય રહી હતી તેમ છતાં વેલ ની ચાદર ઓઢેલો આ પોળ કેમ નજરઅંદાજ કરાયો શું ત્યાં કોઈ દુર્ઘટના સર્જાયા બાદ કામગીરી કરશે…?

પ્રિમોનસુન માટે વિજ કંપની દ્વારા અનેક આખો દિવસ વીજ પુરવઠો બંધ રાખતા લોકો હેરાન થયા હતા જેમાં બે મહિના માં લગભગ ચાર વખત આવી કામગીરી કરવામાં આવી હતી ત્યારે વીજ પોલો પરની વેલો, ઝાડી ઝાખરા સહિતની સમારકામની કામગીરી કરવા જોતરાયેલી વીજ કંપનીની ટિમો ને રાજપીપળા સંતોષ ચાર રસ્તા પાસે આવેલી પોસ્ટ ઓફિસ પાસે વેલ થી આખો ઢંકાયેલો એક પોલ કેમ નજરે ન પડ્યો એ એક મોટો સવાલ છે ટાયરે આ પ્રિમોનસુન કામગીરીના કારણે અનેક વાર વિજળી ખોરવાતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડતો હોવાનું જાણવા મળ્યું હતું માટે ચાર ચાર વખત પ્રિમોન્સુન ના નામે ધતિંગ કરતા વીજ કંપનીના સત્તાધીશો રાજપીપળા શહેર માં આવા જોખમી વીજ પોલ કે અન્ય શોર્ટસર્કીટ કરે એવી બાબત પર ખાસ નજર રાખી ચોમાસા ટાણે લોકો હેરાન ન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય એની ખાસ તકેદારી રાખે એવી માંગ છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
(રિપોર્ટર,વિપુલ ડાંગી,રાજપીપળા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


