ભરૂચ,તા.૨૬
દહેજ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થિત મેઘમણી કંપની મંગળવારે વહેલી સવારે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં ૧ કામદારનું મોત નીપજ્યું હતું. જ્યારે ૫ જેટલા કામદારો દાઝ્યા હતા. ઇજાગ્રસ્તોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
દહેજ સ્થિત મેઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યાં હતા. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.
મેઘમણી કંપનીમાં આગને કારણે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા ઉડતા દેખાયા હતા. જેને પગલે આસપાસના ગામના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




