રાજપીપળા નગર પાલિકા દ્વારા શહેરની દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકીંગ હાથ ધરાતા શું થયું …..જાણો

0
116

50 માઈક્રો થી નીચેના ગેજની પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં આવી વસ્તુ વેંચતા વેપારીઓ પર પાલિકાની તવાઈ, અમુક દુકાનો પરથી જથ્થો જપ્ત કરાયો 

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાની સૂચના મુજબ પાલિકાની ટિમ મંગળવારે બપોરે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતી તમામ દુકાનો ઉપર અચાનક ચેકીંગમાં નીકળી હતી જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા એ જપ્ત કરી વેપારીને કડક ચેતવણી આપવામાં આવી હતી .

નિયમ મુજબ 50 માઈક્રો થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય ત્યારે તેથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાંથી ઝડપાયેલી વસ્તુઓ પાલિકાની ટીમે જપ્ત કરી તે દુકાનના વેપારીઓને કડક વોર્નિંગ આપી નિયમ મુજબની પ્લાસ્ટિક ની વસ્તુઓ વેચવા સૂચના આપી હતી મંગળવારે બપોરે અચાનક પ્લાસ્ટિક ના ચેકીંગ માં પાલિકાની ટિમ નીકળી હોવાની વાત વેપારીઓમાં વાયુવેગે ફેલાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY