આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૧૯ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો ધ્વારા થનાર ખર્ચના મોનીટરીંગ માટે ભારતના ચૂંટણીપંચ તરીફથી ભરૂચ જિલ્લામાં નિમણૂંક પામનાર ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વર માટે ચૂંટણી ખર્ચના મોનીટરીંગમાં સહાયરૂપ થવા આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વરની નિમણૂંક લોકસભા મતદાર વિભાગમાં વિધાનસભા મત વિભાગવાર આ મુબજ છે.
૧૪૭-કરજણ વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે બી.ગણેશ – સુપ્રીટેન્ડન્ટ સેન્ટ્રલ એકસાઇઝની કચેરી વડોદરા, ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે પી.ઓ.ચૌધરી હિસાબી અધિકારી, પ્રાયોજના વહીવટદારની કચેરી નર્મદા, ૧૫૦-જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે વિકાસ ગૌરવ ગાંધર્વા ઇન્સપેક્ટર, સહાયક કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. ની કચેરી – ભરૂચ, ૧૫૧-વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે અમન એમઆર. ગર્ગ, ઇન્સપેક્ટર, સહાયક કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. ની કચેરી – ભરૂચ, ૧૫૨-ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે આશિષ વ્યાસ, સુપ્રીટેન્ડન્ટ સહાયક કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. ની કચેરી – અંકલેશ્વર, ૧૫૩-ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે મુકુંદ આનંદ પંત – ઇન્સપેક્ટર, સહાયક કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. ની કચેરી – ભરૂચ, ૧૫૪-અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે એન.એમ.પટેલ સુપ્રીટેન્ડન્ટ સહાયક કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. ની કચેરી – અંકલેશ્વર તથા રીઝર્વમાં નવીન એમ. આર. ઇન્સપેક્ટર, સહાયક કમિશનર, સેન્ટ્રલ જી.એસ.ટી. ની કચેરી – ભરૂચને નિયુક્ત કરાયા છે. ઉક્ત જણાવેલ આસિસ્ટન્ટ એક્ષ્પેન્ડીચરઓ ભારતના ચૂંટણીપંચ તરફથી નિમાયેલ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરફથી મળેલ સુચના મુજબ નોડલ અધિકારી(ખર્ચ મોનીટરીંગ) અને જિલ્લા વિકાસ અધિકારી – ભરૂચ સાથે સંકલનમાં રહી કામગીરી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


