ખેડા જિલ્લામાં લોકસભા ચૂંટણી દરમિયાન જાહેરમાં લાઉડ સ્પીૂકર વગાડવા પર પ્રતિબંધ

0
30

સક્ષમ અધિકારીની પરવાનગીથી સવારના 6-00 થી

રાત્રિના 10-00 વાગ્‍યા સુધી લાઉડ સ્‍પીકર વગાડી શકાશે

 લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૧૯ તા.૨૩/૦૪/૨૦૧૯ના રોજ યોજાનાર હોઇ, ખેડા જિલ્લામાં લોકસભાની ચૂંટણી દરમ્‍યાન રસ્‍તામાં અથવા રસ્‍તા નજીક અથવા સાર્વજનિક કે ખાનગી જગ્‍યાઓમાં ­પ્રચાર કે અન્‍ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્‍પીકર દ્વારા જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન થતું અટકાવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ,  રમેશ મેરજાએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧) (થ) થી સમગ્ર ખેડા જિલ્લામાં તા.૨૭/૦૫/૨૦૧૯ સુધી રસ્‍તામાં અથવા રસ્‍તા નજીક અથવા સાર્વજનિક કે ખાનગી જગ્‍યાઓમાં ચૂંટણી ­પ્રચાર કે અન્‍ય હેતુ માટે જાહેરમાં લાઉડ સ્‍પીકર વગાડવા માટેના નિયમોનું પાલન કરવા ફરમાવ્‍યું છે.

તદ્‌અનુસાર કોઇપણ વ્‍યક્‍તિ જાહેર કે ખાનગી જગ્‍યાઓમાં સક્ષમ અધિકારીની પરવાનગી મેળવ્‍યા સિવાય જાહેરમાં લાઉડ સ્‍પીકર વગાડી શકશે નહી તેમજ જાહેર સભાઓમાં સ્‍થિત અને ચાલુ વાહનો પરના લાઉડ સ્‍પીકરોનો ઉપયોગ કરી શકશે નહી. લાઉડ સ્‍પીકર વગાડવા સક્ષમ અધિકારી તરફથી પરવાનગી મળ્‍યેથી લાઉડ સ્‍પીકર લાઉડ સ્‍પીકર ફકત સવારના ૬-૦૦ કલાકથી રાત્રીના ૧૦-૦૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય એવી રીતે વગાડવાનું રહેશે.

લાઉડ સ્‍પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતાં પરવાનગીના સ્‍થળ નજીક સરકારી કે અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્‍થાઓ કે દવાખાના આવેલ હોય તો કચેરીઓ, સંસ્‍થાઓની કામગીરીમાં કોઇપણ ડખલગીરી ન થાય તે રીતે તદ્‌ન ધીમા અવાજથી વગાડવાની રહેશે. આ હૂકમ સમગ્ર ખેડા જિલ્લાના વિસ્‍તારને લાગુ પડશે.

આ હુકમનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર વ્‍યક્‍તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ (બી) (3) મુજબ તથા ચૂંટણી અંગેના આચાર સંહિતાની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY