ચૂંટણીપંચ ધ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણીના જાહેર થયેલ કાર્યક્રમ મુજબ તા.૨૩ એપ્રિલ – ૨૦૧૯ ના રોજ ભરૂચ જિલ્લામાં ૨૨-લોકસભા મત વિભાગમાં ભરૂચ જિલ્લામાં આવેલ જંબુસર, વાગરા, ઝઘડીયા, ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં યોજાનારા મતદાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના હસ્તે વિવિધ રાજકીયપક્ષોના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તા.૨૫/૦૩/૨૦૧૯ નાં રોજ પ્રથમ રેન્ડમાઇઝેશન ધ્વારા વિધાનસભા મુજબ EVM(બેલેટ યુનિટ – કંન્ટ્રોલ યુનિટ) મશીન અને વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એમ.ચૌહાણ સહિત વિવિધ રાજકીયપક્ષોના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં હાથ ધરાયેલી પ્રથમ રેન્ડમાઝેશનની કામગીરીમાં ૧૫૦-જંબુસર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકોના મતદાન માટે ૩૧૩ BU અને ૩૧૩ CU અને ૩૩૫ વીવીપેટની ફાળવણી કરવામાં આવેલી છે. ૧૫૧-વાગરા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકોના મતદાન માટે ૨૭૬ BU અને ૨૭૬ CU અને ૨૯૮ વીવીપેટની ફાળવણી કરવામાં આવેલી છે. ૧૫૨-ઝઘડીયામાં વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકોના મતદાન માટે ૩૬૩ BU અને ૩૬૩ CU અને ૩૮૬ વીવીપેટની ફાળવણી કરવામાં આવેલી છે. ૧૫૩-ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકોના મતદાન માટે ૨૮૦ BU અને ૨૮૦ CU અને ૩૦૦ વીવીપેટની ફાળવણી કરવામાં આવેલી છે. તે જ રીતે ૧૫૪-અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથકોના મતદાન માટે ૨૮૫ BU અને ૨૮૫ CU અને ૩૦૫ વીવીપેટની ફાળવણી કરવામાં આવેલી છે એમ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


