અંકલેશ્વર
તારીખ. 07.05.2019
અંકલેશ્વરના હાઇવે પર આવેલ એપેક્ષ હોટલ થી રાધાકૃષ્ણ હોટેલ સુધી ની જગ્યા કોઈ મહેસાણા ના બિલ્ડરે ખરીદી કરી છે તો આ ખરીદેલ જગ્યા ની બાજુ માં હાઇવે ની ROU ની જગ્યા માં IRB દ્વારા 2010 લગાડવામાં આવેલ અંદાજીત 25 વૃક્ષો ને આ બિલ્ડર દ્વારા કોઈ પણ જાત ની પરવાનગી વગર કાપી નાખી તાત્કાલિક ટુક જ સમય માં સ્થળ ના પુરાવા પણ દૂર કરી દેવામાં આવેલ છે.અને જમીન સમતળ કરી દેવા માં આવી છે.
આ વૃક્ષો ને IRB દ્વારા લગાડવામાં આવેલ અને તેની માવજત તેઓ 9 વર્ષ થી કરતા હતા એવા IRB ના સેફટી અધિકારી શ્રી છનાભાઈ હજાભાઈ ભરાઈ ના જણાવ્યા મુજબ
*” 2010 માં અમોએ વાવેલ અને આજે 9 વર્ષ થી અમે મોટા વૃક્ષો બનાવ્યા હતા જે 200 મીટર વિસ્તાર માં અંદાજે 20 થી 25 મોટા વૃક્ષો ને અચાનક બાજુ ની જમીન ના માલિકે કાપી નાખ્યા છે. જેની ટેલિફોનિક ફરિયાદ વન વિભાગ ના શ્રી મહિપાલ સાહેબ ને કરી હતી બે દિવસ પછી તેમણે જણાવ્યું હતું કે અમોએ કાયદેસર ની કાર્યવાહી કરી દન્ડ વસુલ કરી લીધો છે. અને હવે લેખિત માં આપવા ની જરૂરત નથી”*
આ બાબત ની જાણ સ્થાનિક પ્રકૃતિ સુરક્ષા મંડળ ને થતા પ્રકૃતિ સુરક્ષા મંડળ ના શ્રી સલીમ પટેલે વન વિભાગ ના અધિકારી શ્રી મહિપાલ સાહેબ ને આ બાબત માં પુછપરછ કરતા
*મહિપાલ સાહેબે જણાવ્યું હતું કે અમોને ફરિયાદ મળતા અમોએ કાયદેસર ની કાર્યવાહી કરી રૂપિયા 10000 નો દંડ વસુલ કર્યો છે. અને 10 જ વૃક્ષો કાપેલ હતા.”*
વન અધિકારી ની વાત માની લઈએ તો શું 9 વર્ષ ના મોટા વૃક્ષો ની કિંમત રૂપિયા 10000 થાય? અને ફક્ત દંડ વસૂલાત થી કાર્યવાહી પુરી થઈ જાય? આમ આ કાર્યવાહી પ્રથમ નજરે શંકાસ્પદ લાગી રહેલ છે.
આવા જ એક અન્ય બનાવમાં નર્મદા નદી માં સુરત ના પૂંજી પતિ ના સાવજી ભાઈ દ્વારા પોતાના ફાર્મ હાઉસ માં જવા ગેરકાયદેસર રસ્તો બનાવવા ની ફરિયાદ થતા ફક્ત રસ્તો દૂર કરવાના આદેશો આપી કાર્યવાહી કરવાનો સંતોષ માનવામાં આવી રહ્યો છે.
આમ વગરપરવાનગીએ આવી પૃકૃતિ સાથે રમત રમતા પૂંજી પતિઓ સામે FIR નોંધાવવા ની માંગણી સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ કરી રહ્યા છે
કોસમડી ના સ્થાનિક આગેવાન અને ખેડૂત સામે તેમની ગેરકાયદેસર ની પાણી ની ચોરી બાબત ની જે રીતે FIR દાખલ થઈ છે તેવી જ સરખી રીતે આવા પૂંજી પતિઓ સામે પણ પૃકૃતિ ને ગમ્ભીર નુકશાન કરવા બદલ તેમની સામે પણ ફોજદારી રાહે કેશ દાખલ કરવાની માંગણી કરવામાં આવે છે. તંત્ર ના આવા લીપાપોથી સામે લોકો માં પણ રોષ ની લાગણી છે.
અને આ બાબત માં કલેક્ટર સાહેબ ને લેખિત માં રજુઆત કરવામાં આવશે અને જરૂર પડે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
*સલીમપટેલ*
પ્રકૃતિ સુરક્ષા મંડળ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





