તિલકવાડા ખાતે એક બાળ લગ્ન અટકાવ્યું
પાંચ તાલુકામાં 121 ગામોમાં ટીમો ફરી 42 લગ્નો પર ચેકીંગ કર્યું, તિલકવાડાના એક ગામમાં તણખલાથી આવતી જાનને અટકાવી દીધી

રાજપીપળા : અખાત્રીજ એટલે આજનો દિવસ ખુબ મંગલ માનવામાં આવે છે, આ દિવસે કોઈ મુહર્ત જોવામાં આવતું નથી. આજના દિવસે યોજાતા લગ્નો અને સમુહ લગ્નોત્સવમાં થનારા બાળ લગ્નોની સંભાવનાને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેકટર આઈ.કે પટેલનાં માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા – બાળ સુરક્ષા અને પોલીસ વિભાગનાં સંયુક્ત ઉપક્રમે પાંચ ટીમો પોલીસ પ્રોટેક્શન સાથે બનાવી જિલ્લાના 121 ગામો ખૂંદી ટીમોએ 42 લગ્ન મંડપ પર પહોંચી વર કન્યાના જન્મના પ્રમાણ પત્રો ચેક કર્યા, જેમાં તિલકવાડાના એક ગામમાં કન્યા સગીર વયની નીકળતા તણખલાથી આવતી જાન .ને અટકાવી લગ્ન અટકાવો નહીતો કાયદાકીય રીતે ગુનો નોંધાશે તેમ કહેતા લગ્ન મોકૂફ રહ્યા આમ સમાજ સુરક્ષાની ટીમને સફળતા મળી હતી..
આ બાબતે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા આધિકારી ચેતન પરમારે જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 06 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીનાં લગ્ન કરવા, કરાવવા કે આવા લગ્નમાં મદદગારી કરવી એ ફોજદારી ગુન્હો બને છે. જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર કન્યાના માતા-પિતા, ગોર મહારાજ, કેટરર્સ, મંડપ સર્વીસવાળા, ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર વગેરે મદદગારી કરનાર તમામ વ્યક્તિઓ સામે ફોજદારી ગુન્હો બને છે. આ કાયદા હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધીની કેદની સજા અથવા બંને સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. જો બાળલગ્ન થતા હોય તો તે અંગે જિલ્લાનાં નજીકનાં પોલીસ સ્ટેશન અથવા જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહીત પોલીસને જાણ કરવી, ગત વર્ષે 90 લગ્નોના ચેકીંગ કરતા તિલકવાડામાંજ આવું એક બાળ લગ્ન ઝડપાયું હતું.એવીજ રીતે સમાજ સુરક્ષા વિભાગની ટીમને આ વર્ષે પણ તિલકવાડાના એક ગામમાં સગીર વયની દીકરીના લગ્ન અટકાવ્યા જેમાં તણખલાથી જાન આવતી હતી જેના માતા પિતાનો સંપર્ક કરી જાન નહિ લાવવા જણાવ્યું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




