ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા, માનસિક ત્રાસનો કેશ સગીરાએ કર્યો ત્યારે કોર્ટમાં બાળલગ્નનો ભાંડો ફૂટ્યો
સગીરાની માતાએ પણ યુવક સામે પટાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયાની દુસ્કર્મ અને પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાવી
રાજપીપળા : નર્મદા જિલ્લામાં ત્રણ વર્ષ પહેલા થયેલ બાળ લગ્નની ફરિયાદ આજે નોંધાઈ છે જેમાં પોલીસે કુલ પાંચ સામે બાળ લગ્ન પ્રતિબંધની કલમ હેઠળ ગુનો નોંધ્યો જયારે સગીરાની માતાએ યુવાન વિરુદ્ધ અપહરણ કરી દુસ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નર્મદા જિલ્લામાં બાળલગ્ન અને સગીરાને ભગાડી જવા બાબતની કોર્ટમાં ફરિયાદ કરતા પોલ ખુલ્લી થઇ છે જેમાં હકીકત એવી છે કે નાંદોદ તાલુકાનું એક ગામ કે જે આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે, ત્યાંની એક સગીર વયની દીકરીને નજીકના ગામના યુવાન રાકેશભાઇ નરસિહ વસાવા એ પટાવી ફોસલાવી તા.8 જૂન 2015 થી તા.11 માર્ચ 2018 દરમ્યાન વિવિધ જગ્યાઓ પર લઈ જઈ દુસ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા આમલેથા પોલીસે યુવાન રાકેશ વિરુદ્ધ દુસ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.
બીજી બાજુ આમલેથા પોલીસમાં ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસર અશોક મહેન્દ્રભાઈ દ્વારા આ સગીરાના બાળ લગ્ન કરાનારા ઢોલારના રીટા હિમત વસાવા, હિમ્મત નંદાર વસાવા, રાજપીપળા ચાંદની ચોક ખાતે રહેતા રાકેશ નરસિંહ વસાવા તથા શારદા નરસિંહ વસાવા અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તથા તપાસમાં નિકળે તે તમામ આરોપીઓ સામે બાળ લગ્ન પ્રતિબંધ અધિનીયમ 1929 ની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લખનીય છે આ સમગ્ર કેશમાં હકીકત એવી છે કે એક યુવાન સગીરાને ભગાડી લઇ ગયો અને જેનું લગ્ન કરાવવામાં આવ્યું અને બાદમાં ખટરાગ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો માનસિક શારીરિક ત્રાસનો કેશ ચાલ્યો ત્યાં કોર્ટના ધ્યાન પર આવ્યું કે આ ફરિયાદી સગીર વયની છે અને જેના બાળ લગ્ન થયા છે ત્યારે કોર્ટે પોલીસને તપાસ સોંપી એક બાજુ સગીરાની માતા અપહરણ અને દુસ્કર્મનો ગુનો નોંધાવે છે ત્યારે બીજી બાજુ પોલીસે બાળ લગ્નનો કેશ નોંધાવ્યો છે ત્યારે આ બાબતે પોલીસ તપાસ કરશે તો અનેક બાબતો સામે આવે તેમ છે.
ચીફ રીપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




