ભરૂચમાં વાહનની ટકકરે વીજ લાઈનનો થાંભલો ધરાશાયી થતાં 12 વર્ષિય બાળકનું મોત.

0
11

લીમડી ચોક વિસ્તારમાં આવેલા નન્નુ મિંયા ફળિયામાં રમતા બાળક ઉપર પડ્યો વીજ પોલ.

ભરૂચનાં લીમડી ચોક પાસે મંગળવાર બપોરનાં સમયે નન્નું મિયાં ગરનાળા પાસે વાહનની ટકકરે જીઈબીનો થાંભલો પડતાં 12 વાર્ષિક બાળક દબાયો હતો. જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં ફરજ પરનાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

લીમડી ચોક વિસ્તારમાં બપોરનાં સમયે એક બાળક વિશાલ મહેશ વસાવા ઉંમર વર્ષ 12 પોતાના ફળિયામાં એક રમી રહ્યો હતો.દરમિયાન ફળિયામાંથી પસાર થતી રહેલા ટેમ્પાની ટક્કર જીઈબીના વીજ પોલને વાગતાં થાંભલો અચાનક ધરાશાયી થયો હતો.થાંભલો બાળક ઉપર પડતાં દોડધામ મચી હતી. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ને જાણ કરતાં બાળકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જ્યાં ફરજ ઉપરનાં તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.બી ડિવિઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY