સરકાર આકરા કદમ ઉઠાવે અમે સાથે છીએ : અહમદ પટેલ
અંકલેશ્વર, તા.૧૫
કાશ્મીરના પુલવામા ખાતે સીઆરપીએફના જવાનો પરના સૌથી મોટા આતંકી હુમલાને રાજ્યસભા સાંસદ અહમદ પટેલે કડક શબ્દોમાં વખોડી નાંખ્યો છે.
પોતાના માદરે વતન પિરામણ ખાતે આવેલા રાજ્યસભા સાંસદ અહમદ પટેલે અમારા પ્રતિનિધિ સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આ હુમલાને કયા શબ્દોમાં વખોડવો કે નિંદા કરવી એ જ સૂઝતું નથી. આતંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે સરકાર જે કોઈ પણ પગલાં લે એમાં અમે સાથે છીએ. કેટલી નાની ઉંમરમાં દેશની રક્ષા કાજે જવાનો શહીદી ભોગવી રહ્ના છે. તેમના પરિવારોની સાથે અમે છીએ અને અમારી સંવેદના તેમની સાથે છે. શહીદોને શ્રદ્ધાંજલી અને એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરૂં છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




