ભરૂચ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ તેમના સાથીઓ સાથે દારૂ તથા નોનવેજની મહેફિલનો વિડિઓ વાયરલ થતા સમગ્ર ભાજપામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજ,ભાજપના મહામંત્રી દિવ્યજીતસિંહ ચુડાસમા તથા ભાજપા આગેવાન રોહિત નિઝમા તથા તેમના સમર્થક જાહેર રસ્તાની બાજુમાં દારૂ તથા નોનવેજની મહેફિલ માણતા કોઈના કેમરામાં કેદ થઈ જતા સમગ્ર ભાજપી બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે. તાલુકા પ્રમુખ અલ્પેશસિંહ રાજનો જન્મદિવસ હોવાથી તેમની પાર્ટી રાખવામાં આવી હતી.જોકે પાર્ટી જાહેર રોડની બાજુમાં ખુલ્લાં રાખી જાણે કોઈ પણ ડર વગર આ લોકો દારૂ તથા નોનવેજની પાર્ટી કરતા કોઈના કેમેરામાં કેદ થઈ ગયા હતાં.જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાએ જોર પકડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રાજ્ય કડક દારૂબંધીની ગુલબાંગો
પોકારે છે.ત્યારે અમુક ભાજપના આગેવાનો દ્વારા કાયદાની એસી તેસી કરીને જાહેર દારૂની મહેફિલ માણતા દેખાતા આમ લોકોમાં પણ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.

ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





