વાગરા પોલીસને ગંધાર ગામે પાના પત્તાનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.જેને પગલે વાગરા પોસઈ જે.કે.ડાંગર સહિતના પોલીસ કાફલાએ ગંધાર ગામે ગત રાત્રીના નવી નગરી રોડની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવારે જુગાર રમતા જુગારીયા ઓ પર રેડ કરી હતી. જેમાં રહીમ હબીબ ટાંક, ઇકબાલ ખાનશાબ બેલીમ, રાજેશ ચીમન ભાલીયા, નરેશ મહિપત પટેલ, ઉમેશ મહિપત પટેલ તમામ રહે ગંધાર ગામનાઓને રંગે હાથ ઝડપી પાડયા હતા. અંગઝડતી લેતા પોલીસે તેમની પાસેથી ૧૧૯૪૦/- અને દાવ પરના ૭૫૦/- તેમજ મોબાઈલ નંગ બે ૧૦૦૦/- અને જુગારના સાધનો મળી કુલ ૧૬૬૯૦/- નો મુદ્દામાલ કબ્જે લીધા હતા. જ્યારે તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ મુજબ આગળની કાર્યવાહી હાથધરી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





