વિદેશી દારૂ,ફોર વ્હીલ ગાડી મળી કુલ કિ.રૂ.૨,૪૨, ૬૦૦/-નો મુદામાલ પકડી પાડતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

0
93

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી ચલાવતા ઈસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જેઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક ડી.પી. વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં બાતમી મળેલ કે કે દાંડીયાબજાર,સ્વામીનારાયણ મંદીર પાસે રહેતો લીસ્ટેડ બુટલેગર નરેશભાઇ કીશનભાઇ કહાર નાઓ પોતાના ઘર પાસે રોડની સાઇડમાં એક સફેદ કલરનો ફોરવીલ છોટા હાથી ટેમ્પો જેનો નં GJ-16-w-0366 નો ઉભેલ હોય જેમા વિદેશી દારૂ છુપાવેલ હોય જે આધારે બાતમીવાડી જગ્યા પર રેડ કરી છોટા હાથી ટેમ્પો પકડી પાડી તેમાં ચેક કરતા ૧૮૦ મીલી તથા ૭૫૦ ની ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી કુલ બોટલ નંગ ૩૨૮ જેની કુલ કિ.રૂ.૯૩,૬૦૦ તેમજ ફોરવ્હીલ ટેમ્પા નં -/GJ-16-W-0366 ની ૧,૫૦,૦૦૦ ગણી લઇ તથા એક મોબાઇલ કિ.રૂ. ૫૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૨,૪૮, ૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપી :- (પકડાયેલ) નરેશભાઇ કીશનભાઇ કહાર રહે. દાંડીયાબજાર, સ્વામીનારાયણ મંદીર પાસે, ભરૂચ તથા (વોંટેડ આરોપીઓ) ૧ નયન ઉર્ફે બોબડો કીશોરભાઇ કાયસ્થ તથા ૨. અક્ષય વસાવા બન્ને રહે.દાંડીયાબજાર નાઓ વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઇ,૮૧,૯૮(૨) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY