સેન્સેક્સ ૨૦૬ અંક પ્લસ,નિફ્ટીએ ૧૨૨૦૦ની સપાટી વટાવી

0
5

મુંબઇ,તા.૧૮
અઠવાડિયાના ત્રીજા કારોબારી દિવસમાં બુધવારે સેન્સેક્સ નવા રેકોર્ડ સ્તરે બંધ થવામાં સફળ રહ્યો છે. સેન્સેક્સમાં ૨૦૬ પોઈન્ટનો ઉછાળા સાથે ૪૧,૫૫૮.૫૭ અને નિફ્ટી ૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૨,૨૨૪.૬૦ના સ્તરે બંધ થયો છે. આજે સવારે શેર માર્કેટે શરૂઆતમાં કારોબારમાં નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
બીએસઇ સેન્સેક્સે ૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો ગઈ કાલે ૪૧૦૩૫૨ જે રેકોર્ડ થયો તેને આજે તોડયો હતો. તો નિફ્ટી મંગળવારે ૧૨,૧૬૫ના સ્તરે બંધ થયો હતો. આજે શેર માર્કેટ ખુલ્યુ ત્યારે ૧૨,૧૮૧.૯૫ની સપારી પર હતુ બપોરે સેન્સેક્સ ૪૧,૫૦૮.૧૫ના સ્તરને પહોંચવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.
સેન્સેક્સે પહેલી વખત ૪૧,૫૦૦ની સપાટી પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી પહેલી વખત ૧૨૨૦૦નો સ્તર પાર કરવામાં સફળ રહ્યો હતો. રિયલ્ટી, પીએસયૂ, બેક્ન ઇન્ડેક્સ અને મીડિયા ઇન્ડેક્સને છોડીને નિફ્ટીના તમામ સેક્ટોરીયલ ઇન્ડેક્સ લીલા નીશાન પર આવ્યા હતા.
બપોરે બે કલાકે રેકોર્ડ ઉંચાઈ પર બજારે ટ્રેડ કર્યો હતો. નિફ્ટી ૧૨૨૦૦ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યું તો એચડીએફસીનો માર્કેટ કેપ એચયુએલની પાર નીકળ્યો હતો. તો એચડીએફસી બેક્નની તેજીએ નિફ્ટી બેક્નને સહારો આપ્યો હતો. નિફ્ટી ઇટ ઇન્ડેક્સ ૩ મહીનાની ઉંચાઇને સ્પર્શી લીધી હતી.
સેન્સેક્સની કંપનીના શેર ટાટા મોટર્સમાં સૌથી વધારે ૧.૮૬ ટકાની તેજી નોંધાઈ આ સિવાય ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, વેદાંતા અને ઇન્ફોસિસે ઉછાળા સાથે તેજી નોંધાવી હતી.
હિન્દુસ્તાન યુનીલીવરમાં સૌથી મોટો કડાકો નોંધાયો હતો. યસ બેક્ન, આઈસીસીઆઈ બેક્ન, એસબીઆઈમાં કડાકા બોલ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY