
ભરૂચ એસ.ઓ.જી.ની ટીમે આલી મસ્જીદ પાસે એક દુકાનમાંથી રૂપિયા ૨.૫૦ લાખ ઉપરાંતની ગેરકાયદેસર સિગરેટના જથ્થા સાથે એક વેપારીની આટકાયત કરી હતી.

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપના પી.આઈ. પી.એન.પટેલને આલી મસ્જિદ પાસે એક દુકાનમાં ગેરકાયદેસર સિગરેટનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પી.આઈ. પી.એન.પટેલે એસ.ઓ.જી.ની ટીમ સાથે આલી મસ્જિદ પાસે સનરાઈઝ નામની દુકાનમાં રેડ કરી હતી. જેમાં દુકાનની તલાસી લેતા રૂપિયા ૨,૫૪,૯૫૦ની ગેરકાયદે સિગરેટનો જથ્થો મળી આવ્યો હતો. એસ.ઓ.જી.એ સિગરેટનો જથ્થો કબજે લઇ નંદેલાવ રોડ, જવાહર નગરમાં રહેતા વેપારી નરેશકુમાર જગજીવનદાસ મહેતાની ધરપકડ કરી તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


