ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ જીલ્લામાં મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે જણાવેલ જે સુચના આધારે ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણી,અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વર નાઓના જરૂરી સુચના તેમજ માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. જે.બી.જાદવ તેમજ પોલીસ સ્ટાફ રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે એક ઇસમ ખેત વપરાશનો ડ્રીપ ઈરીગેશનને લગતો સામાન લઇને ભંગારીયાને ત્યાં વેચવા માટે જવાનો છે જે બાતમી હકીકતથી અમો વાકેફ થઇ આજરોજ રાજપારડી પો.સ્ટે. વિસ્તારમાં બાતમી અન્વયે વોચમાં હતા દરમ્યાન એક શંકાસ્પદ ઇસમ રાજપારડી આદિવાસી સ્મશાનના પાછળના ભાગેથી પોતાના હાથમાં મિણીયો થેલો લઇને લપાતો છુપાતો જતો હોય તેની ઉપર શંકા જતા તેને રોકી લઇ તેની પુછપરછ કરતા તેને પોતાનું નામ સંજયભાઈ બાબુભાઇ વસાવા રહે. કાલીયાપુરા,રાજપારડી તા.ઝઘડીયાનો હોવાનું જણાવેલ જેના હાથમાના મિણીયા થેલામા જોતા ડ્રીપ ઈરીગેશનને લગતો સામાન વેન્યુરી પાઇપ-૦૧, એર વાલ્વ-૦૧, બોલ વાલ્વ-૦૧, ૪-ની ટી-૦૧, ૨-ની પાઇપ એર વાલ્વ સાથે-૦૧ જેટલો સામાન આશરે કિ.રૂ.૬૮૦૦/- નો મળી આવેલ જે પકડાયેલા ઇસમને તેની પાસેના ડ્રીપ ઈરીગેશનને લગતા સામાન બાબતે પુછપરછ કરતા જણાવેલ કે હું તથા મારા સાથીદાર સંજયભાઇ શનાભાઇ વસાવા રહે.પીપદરા તથા વિજયભાઇ જયંતીભાઈ વસાવા રહે. પીપદરા નાઓએ ડ્રીપ ઈરીગેશનને લગતો સામાન અગાઉ કૃષ્ણપરી ગામની સીમમાંથી ચોરી કરેલ હતો અને અમો ત્રણેય જણાએ ચોરેલ સામાનનો સરખો ભાગ પાડી દીધેલ હતો. જેથી સદર પકડાયેલા ઇસમને પોલીસ સ્ટેશન લાવી સધન પુછપરછ કરતા તે ભાંગી પડેલો અને અગાઉ રઝલવાડા ગામેથી મોબાઇલ ટાવર ઉભા કરવા માટેના પાઇપો ચોરી કરેલાનું કબુલાત કરતો હોય જે પાઇપો પૈકી બે પાઇપો બતાવેલ જગ્યાએથી રીકવર કરવામાં આવેલ છે જેની આશરે કિ.રૂ. ૪૯,૪૭૮/- જેટલી ગણવામાં આવેલ છે. આમ ચોરીએ ગયેલ મુદામાલ પૈકી રીકવર કરેલ મુદામાલની કુલ કિ.રૂ. ૨૬,૨૭૮/- ગણવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





