ભરૂચ વહીવટી તંત્ર દ્વારા અષાઢી બીજ નિમિત્તે તા.૧૪ જુલાઈએ નિકળનાર ભગવાન જગન્નાથની
રથયાત્રાના પર્વને અનુલક્ષીને પંડીત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,જિલ્લા પોલીસ વડા સંદીપસિંહ,નગર પાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા,પ્રાંત અધિકારી જે.વી.દેસાઈ, નગરપાલિકા મુખ્ય અધિકારી સંજય સોની,ભરૂચ ડીવાયએસપી એન.ડી.ચૌહાણ,એ.બી.સી પોલીસ મથકના પી.આઈ સહિત શાંતિ સમિતિના હિન્દૂ-મુસ્લિમ સભ્ય રહ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ બેઠકમાં રથયાત્રા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો શાંતિ સમિતિના સભ્યોના સુચન પણ લેવામાં આવ્યા હતા.એ સાથે ભરૂચમાં તારીખ ૧૧ થી ૧૩ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારે રથયાત્રા નિયત સમયમાં પૂર્ણ થાય એવી અપીલ જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવી હતી.તો ભરૂચ શહેર માંથી બે જગ્યા પરથી નિકળનાર રથયાત્રા આશ્રય સોસાયટી અને ફુરજા ખાતેથી નિકળનાર રથયાત્રાના રૂટ પર આવતા બિસ્માર માર્ગોનું સમારકામ વહેલી તકે કરાવવામાં આવે તેવી નગર પાલિકાને તાકીદ કરવામાં આવી હતી.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







