ઝગડીયા તાલુકાના ગોવાલી ગામ નજીક ભરૂચ ના આસિસ્ટન્ટ આરટીઓ તથા તેની ટીમ પર ટ્રક ચઢાવી દેવાનો હિંચકારો પ્રયાસ
ઝગડીયા તરફથી રેતી ભરી આવતી તૃકોના દસ્તાવેજ તપાસવા ભરૂચ આરટીઓ ટીમ દ્વારા ટ્રક ઉભી રાખવાનો પ્રયાસ કરતા માથભારે ટ્રક ચાલકના કરતૂતે મચાવ્યો હાહાકાર.
ગોવાલી પાસે ટ્રક નહિ ઉભી રાખતા પીછો કરી ટ્રકને ઝડપી પાડતા ચાલાક ડ્રાઈવર અને ક્લીનર ભાગી ગયા હતા અને તેમના મળતિયાઓને બોલાવી આરટીઓ ટીમ સાથે દાદાગીરી કરી મારી નાખવાની ધમકી આપી હતી,
ઝગડીયા તાલુકાના ગોવાલી ગામ પાસે વાહનોની ચકાસણી કરતી ભરૂચ આરટીઓની ટીમ પર માથાભારે સુરત જિલ્લાના ટ્રક ચાલકે એઆરટીઓ તથા તેમની ટીમના કર્મચારીઓ પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, આરટીઓ ટીમ દ્વારા તેનો પીછો કરી ટ્રક ઝડપી લેતા ચાલાક અને ક્લીનર ભાગી ગયા હતા અને તેમના મળતિયાઓને બોલાવતા તેમને એઆરટીઓ ને મારી નાખવાની ધમકી આપી હતી, ભાગી ગયેલ ટ્રક ચાલાક અને કલીનરને નજીક ની હોટલ પરથી ઝડપી લીધા હતા,
ગતરોજ ભરૂચ આરટીઓ કચેરીના આસિસ્ટન્ટ આરટીઓ ભાવિન પંકજભાઈ પટેલ તથા તેમની ટીમ સાથે વાહન વ્યહવાર કામીસ્નારની સૂચનાના આધારે ઝગડીયા તાલુકાના ગોવાલી ગામ પાસે વાહન ચકાસણી કરી રહ્યા હતા ત્યારે ઝગડીયા તરફથી એક ટ્રક આવતા તેને હાથની ઈશારો કરી ઉભી રાખવા જણાવતા ટ્રક ચાલકે ટ્રકની ગફલતભરી રીતે ચલાવી એઆરટીઓ સહીત કર્મચારીઓ પર ટ્રક ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો, ટ્રક ચાલકે ટ્રક ઉભી નહિ રાખી તેને મુલદ ચોકડી તરફ હંકારી ગયો હતો, આરટીઓ ટીમે તેનો પીછો કરી હાઇવે પર એરોમા હોટેલ પાસે તેને કોર્ડન કરી ઉભી રખાવી હતી, ટ્રકે ચાલાક અને ક્લીનર ટ્રક મૂકી ભાગી ગયા હતા તે દરમિયાન એઆરટીઓ તથા તેમની સાથેના કર્મચારીઓ ટ્રકે ડિટેઇન કરવાની કાર્યવાહી કરતા હતા તે દરમિયાન એક કાર આવી હતી અને તેમાં બેઠેલા નવઘણ વજૂ ભરવાડ નામના ઈસમે તેની સાથે અન્ય બે ઈસમો સાથે આવી ટ્રક કેવી રીતે તમે અહીંથી લઇ જાવ છો તેમ કહી ગાળા ગળી કરી, ઝપાઝપી કરી અમે તમને જોઈ લઈશુ તેવી ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો, ટ્રક મૂકી ભાગી ગયેલ ચાલક અને કલીનરને નજીકની હોટલ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા, ભરૂચ આરટીઓના એઆરટીઓ તથા તેમની ટીમ પર થયેલ ટ્રક ચઢાવી દેવાની ઘટનામાં આરટીઓ ભાવિન પંકજભાઈ પટેલે (૧) નવઘણ નાથુ ભરવાડ, ટ્રક ચાલક (૨) વિજય હેમા ભરવાડ, ટ્રક ક્લીનર, (૩) નવઘણ વજૂ ભરવાડ ત્રણે રહેવાસી પીપોદરા, તા, માંગરોળ, જી,સુરત ના વિરૃદ્ધ ઝગડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે,
ઝગડીયા પંથકમાં વધી રહેલ ખનીજ માફિયાઓની દાદાગીરી જવાબદાર ભરૂચ વહીવટી તંત્ર સાથેના મેળાપીપણાનું પરિણામ છે, ખનીજ માફિયા સાથે ના સારા સબંધ સરકારી બાબુઓ માટે સાપને દૂધ પીવડાવા જેવા સાબિત થાયતો નવાઈ નહિ !
અગાઉ પણ ભરૂચ નજીક ના મૂળદ ટોલ ટેક્સ પર સુરત ના ભરવાડો નો આતંક પોલીસ દફતરે નોંધાયો હતો જેમાં કેટલાયની ધરપકડ થઈ હતી ત્યારે જોવાનું એ રહે છે કે બાહોશ જિલ્લા પોલીસ અધિક્ષક કેવા પગલાં ભરે છે
ધનંજય ઝવેરી 9978406257
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




