અંકલેશ્વરજી.આઇ.ડી.સી.પો.સ્ટે.વિસ્તારમાં ફાયરીંગ કરી થયેલ મર્ડરના શૂટર આરોપીને ઝારખંડથી ઝડપી પાડવામાં એલસીબી ભરૂચને સફળતા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૧૨/૦૧/૨૦૧૯ અંકલેશ્વર જી.આઇ. ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોશની નગરમાં રહેતા સમીમખાન જમીલખાનનુ મર્ડર અજાણ્યા આરોપી દ્વારા અગ્નિશસ્ત્ર વડે ફાયરીંગ કરી માથામા ગોળી મારી કરવામાં આવેલ જે અનડીટેકટ મર્ડરનો ગુનો ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના હેઠળ ભરૂચ પોલીસ દ્વારા શોધી કાઢી બે આરોપીઓ મોહંમદ શાહબાન અરારૂલ ઉર્ફે પીરમહંમદ શેખ ઉ.વ.-૨૯ હાલ રહેવાસી – મકાન નં.આર/૪૭, રોશનીનગર,પદમાવતી નગર પાસે, સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહેવાસી ગામ- સનગાવ, થાના – પોસ્ટ ફતેપુર જિ. ફતેપુર (ઉત્તરપ્રદેશ) તથા મોહંમદરીઝવાન અરારૂલ ઉર્કુ પીરમહંમદ શેખ ઉ.વ.-૩૫ હાલ રહેવાસી – મકાન નં.આર/૪૭, રોશનીનગર,પદમાવતીનગર પાસે, સારંગપુર તા.અંકલેશ્વર જી.ભરૂચ મૂળ રહેવાસી ગામ- સનગાવ, થાના – પોસ્ટ ફતેપુર જિ. ફતેપુર (ઉત્તરપ્રદેશ)નાઓની તા. ૧૩/૦૨/૨૦૧૯ ના રોજ ધરપકડ કરી આરોપીઓના દિન – ૦૭ ના પોલીસ રિમાંડ મેળવવામાં આવ્યા હતા જે પોલીસ રિમાંડ દરમ્યાન જે એન ઝાલા પીએસઆઈ એલ.સી.બી દ્વારા આરોપીઓની પુછપરછ તપાસ કરી મરનાર સમીમખાનનુ મર્ડર ફાયરીંગ કરનાર શુટરનુ નામ સરનામું ટેકનીકલ સર્વેલન્સથી શોધી તે ઝાંરખંડ રાજ્યનો હોવાનું જણાતા એલ.સી.બી.પો.સ.ઇ એ.એસ.ચૌહાણ અને પોલીસ ટીમ રવાના કરવામાં આવી હતી જે ટીમના એટરેક્ટીવ એફર્ટ અને સ્થાનીક પોલીસની મદદથી શુટર મહોમંદ સીરાજ ઉર્ફે રોની મહંમદ સમીમ અંસારી રહેવાસી- શ્રીરામપુર,જી.ધનબાદ થાણા તોપયાંચી (ઝારખંડ)ને હાથ કરી ભરૂચ લાવવામા આવેલ શુટર મહોમંદ સીરાજ ઉર્ફે રોનીની અટકાયત તા.૨૧/૦૨/૨૦૧૯ ના રોજ કરવામા આવેલ જે દિન – ૦૭ ના પોલીસ રિમાંડ હેઠળ છે રોનીની ઉડાણપુર્વકની તપાસ પુછપરછમાં ગુનાને સાંકળતી ઘણી કડીઓ પ્રાપ્ત થયેલ છે. જેમાં રૂપીયા એક લાખની સોપારી મોહંમદશાહબાન દ્વારા રોનીને આપવામાં આવી હતી. જેથી તે નોએડા થી ગુનાના આઠેક દિવસ પુર્વે આવ્યો હતો અને ગુના બાદ પરત નીકળી ગયો હતો રોનીને શાહબાને અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં શાહબાનના ઘરે અંકલેશ્વરજી.આઇ.ડી.સી વિસ્તારમાં આશરો આપ્યો હતો. અને ખાવાની વ્યવસ્થા પુરી પાડી ગુનાનું કાવતરૂ ઘડી નાંખ્યુ હતુ. શાહબાને રોનીને સાથે રહી સમીમખાનને બતાવ્યો હતો અને કયા રસ્તે આવવુ નાસી જવુ જે જગ્યાઓ નક્કી કરી હતી. શાહબાન દ્વારા રોનીને દેશીતમંચો અને રાઉંડ પુરા પાડવામા આવ્યા હતા,જેમાંથી રોની દ્વારા ગુના પુર્વે ટેસ્ટ ફાયર કરવામા આવ્યું હતુ.આરોપીઓની ક્રોસ પુછપરછમાં ગુનામાં વપરાયેલ હથીયાર દેશી તમંચો શાહબાનના ઘરેથી રીકવર કરવામાં આવેલ છે. આ કામે વપરાયેલ દેશી તમંચો કિ.રૂ. ૩૦૦૦/- મોબાઇલ, કિં.રૂ. ૧૫૦૦/- કબ્જે કરવામાં આવ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





