કરજણ ડેમના ઉપરવાસ મા 54 મીમી વરસાદ ખાબકતા પાંચ કલાકમા7500 ક્યુસેક આવક થઈ

0
173

કરજણ ડેમની જળસપાટી 99.29 પર થી 99.45 મીટર થઈ : 16 મીટર નો વધારો નોંધાયો

રાજપીપળા : નર્મદા જીલ્લામા બે દિવસ થી મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી થતા નદી નાળા મા નવા નીર ની આવક થઈ જેમા ખાસ કરીને રાજપીપળા નજીક આવેલ કરજણ ડેમ ના કેચએમેંટ વિસ્તારમા સવારે 8 વાગ્યા થી 2 વાગ્યા સુધીમા 54 મીમી વરસાદ ખાબક્યો જેનાથી જેના થી કરજણ ડેમની અપાટીમા વધારો નોધાયો કરજણ નદીમા પણ પાણી ની આવક સારી થઈ હાલ કરજણ બંધ ની જળસપાટી 99.45 મીટર છે. જેમા 16 મિટર વધારો નોધાયો છે.

ગુજરાત રાજ્યમા ઉનાળા મા પાણીની આટલી કટોકટી હોવા છતા કરજણ ડેમ ભરેલો છે અને હાલ 35.64 ટકા જેટલો ભરેલો છે, ત્યારે આ નવા વરસાદ ના નીર ઉમેરાતા પાણીનો વધારો થયો છે, આ બાબતે કરજણ ડેમા ના કા.પા.ઇજ્નેર એ.વી મહાલે એ જણાવ્યુ હતુ કે કરજણ ડેમના ઉપરવસ મા ફુલવાડી ગામની આજૂ બાજુ સવારથી ધોધમાર વરસાદ પડ્યો જેને પગલે કરજણ ડેમમા પાણી ની આવક થઈ 54 મીમી વરસાદ પાંચ કલાક મા વધુ કહેવાય અને આ સીઝન મા 7500 ની આવક સૌથી વધુ કહેવાય તેમ જણાવ્યું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY