ભરૂચ જિલ્લામાં ૧૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર

0
380

ભરૂચ:

ભરૂચ જિલ્લામાં ૧૯ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ૭ ગ્રામ પંચાયતો સમરસ થતા રવિવારનો રોજ ૧૨ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં આજ રોજ મત ગણતરી હાથ ધરાતા ચૂંટણીના પરિણામો જાહેર થવાના પગલે કહી ખુશી કહી ગમનો માહોલ જાવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લામાં ૧૨ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૭ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી મળી કુલ ૧૯ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઇ હતી. જેમાં મોટાલી, ઉછાલી, હાસોટ, પારડી, વલી, આસનેરા અને બોરસા મળી કુલ સાત ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ હતી. ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ ને રવિવારના રોજ ૧૨ ગ્રામ પંચાયતોમાં ઝઘડીયા તાલુકાના નાના સાંજા, ઉમલ્લા, ફુલવાડી અને ડભાલ, જંબુસાર તાલુકામાં જામડી, અંક્લેશ્વર તાલુકામાં અંડારી, બોઇદ્રા, બોરભાઠા બેટ અને માટીએડ, વાલીયા તાલુકામાં સાબરીયા અને પેટીયા, આમોદ તાલુકામાં સુડી અને ભરૂચ તાલુકામાં વગુસના, ઓસારા, પાડરીયા, લુવાડા, અને ટંકારીયા, જ્યારે વાગરા તાલુકામાં વાસી અને કોઠી ગ્રામ પંચાયતનોની ચૂંટણી યોજાઇ હતી. આજ રોજ જેતે તાલુકા મામલતદાર કચેરી ખાતે મત ગણતરીઓ હાથ ધરાઇ હતી. ગ્રામ પંચાયતોની મત ગણતરીને લઇ વહેલી સવાર થી જ મામલતદાર કચેરીઓ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેમ જેમ ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતા હતા તેમતેમ વિજેતા સરપંચોના સમર્થકોમાં ખુશીનો માહોલ જાવા મળ્યો હતો. લોકોએ હારતોરા કરી વિજેતા સરપંચોને વિજય બદલ શુભેચ્છાઓ આપી હતી.

વિજેતા સરપંચોના નામ
ભરૂચ તાલુકા
૧ ટંકારીયા – આરીફભાઇ પટેલ
૨ ઓસારા – રમણભાઇ ગલાબભાઇ પા.વા.
૩ વગુસણા – રાજેશભાઇ આર. પટેલ
૪ પાદરીયા – લક્ષ્મીબેન ઠાકોરભાઇ વસાવા
૫ લુવારા – સીરાજ ઇસ્માઇલ પટેલ
૬ વાંસી – મંજુલાબેન વસાવા
વાલીયા તાલુકા
૧ પેટીયા – મીનાબેન કિશોરભાઇ ચૌધરી
૨ સાબરીયા- ગંગાબેન રતનભાઇ ચૌધરી
ઝઘડીયા તાલુકા
૧ ડભાલ – ડાહીબેન શંકરભાઇ વસાવા
૨ ફુલવાડી – સવિતાબેન રામુભાઇ વસાવા
૩ નાના સાંજા – રમિલાબેન અરવિંદભાઇ વસાવા
અંક્લેશ્વર તાલુકા
૧ માટીયેલ – મુધુકાંતાબેન રમેશચંદ્ર પટેલ
૨ બોઇદ્રા – અમિષાબેન જીતેન્દ્રભાઇ વસાવા
૩ અંદાડા – દિપકભાઇ સોમાભાઇ વસાવા
આમોદ તાલુકા
૧ સુડી – અરૂણાબેન વિજયભાઇ રાઠોડ

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY