રાજપીપળા પોલીસ આઉટ પોસ્ટ બાંધકામ વિભાગ માટે એક કોન્ટ્રાકટર દ્વારા ઇજનેરને પૂરતું વેતન ન અપાયું

0
113

રાજપીપળા :

તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢના રહેવાસી સિવિલ ઈજનેર નિરજ ભાંગા વળવીએ જીલ્લા પોલીસ અધિક્ષકને પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે તે પોતે નર્મદા જિલ્લાના પોઇચા,પ્રતાપનગર,પાનતલાવડી,ગોરા અને પરોડી ખાતે રાજપીપળા પોલિસ આઉટ પોસ્ટ બાંધકામ કરતા કોન્ટ્રાકટર મયુર કુંભાણી અને હરિ બોલિયાની ગોપી કન્સ્ટ્રકશન સાથે સાઈટ ઈજનેર તરીકે ૩/૬/૨૦૧૬ ના રોજ જોડાયો હતો. જેમાં તેનો ૧૩,૦૦૦ માસિક પગાર સાથે રહેવા,જમવા તથા પેટ્રોલ અલગથી નક્કી કરાયું હતું. પરોડી અને પ્રતાપનગરની સાઈડ સંભાળ્યાને બે મહિના બાદ મને ૨૦,૦૦૦ રૂપિયા પગાર ચૂકવાયા બાદ ૬ મહિના સુધી પગાર ચૂકવાયો નથી. આ મામલે ચાલુ નોકરી દરમિયાન ઘણીવાર રજુઆત કરવા છતાં પગાર ન મળવાને કારણે મારે ના છૂટકે ફેબ્રુઆરી ૨૦૧૭ માં નોકરી છોડવી પડી. ત્યારબાદ મારી પાસે પડેલા સાઈડના બિલો પણ પગાર કરવાના બહાને મંગાવી લેવાયા. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું મારો ૮૪,૦૦૦ પગાર બાકી પડે છે કે કોન્ટ્રાકટર દ્વારા વહેલી તકે ચૂકવાય એવી વેદના વ્યક્ત કરી હતી. સાથે જ આ દિશામાં કાર્યવાહી કરી આદિવાસી યુવાનનું શોષણ કરતા આવા કોન્ટ્રાકટર સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી માંગ કરાઈ છે. જોકે આ મામલે ગોપી કન્સ્ટ્રકશન કંપનીના સંચાલકોનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો પણ થઈ શક્યો ન હતો.

રિપોર્ટર: ભરત શાહ, રાજપીપળા.

 

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY