ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

0
89

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ગઇકાલે ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર, ગંગાજળીયા તળાવ,શાક માર્કેટ પાસે આવતાં પો.કોન્સ. જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર,ગંગાજળીયા તળાવ, વિટકોસ ઓફિસની બાજુમાં આવેલ રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર રહે.શેરી નં.૬, મોતીતળાવ,કુંભારવાડા, ભાવનગર વાળા ચોરીનાં મોબાઇલ ફોન લઇ વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અકરમભાઇ ઉર્ફે જાડીયો મહેબુબભાઇ ખોખર ઉ.વ.૨૮ રહે.શેરી નં.૬, મોતીતળાવ, કુંભારવાડા,ભાવનગરવાળા અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી આવેલ. જે અંગે તેની પાસે આધાર-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેણે ઉપરોકત મોબાઇલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.તેને ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

મજકુર ઇસમની ઉપરોકત મોબાઇલ બાબતે પુછપરછ કરતાં આ ત્રણેય મોબાઇલ ભાવનગર, વડવા નેરા, અમીજરા વાસણ સ્ટોર્સ,ગંગાજળીયા તળાવ, ભાવનગર તથા ભાવનગર, આંબાચોક મસ્જીદ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.

આ મોબાઇલ ચોરી અંગે ભાવનગર, નિલમબાગ પો.સ્ટે. તથા ગંગાજળીયા પો.સ્ટે.માં ફરીયાદ દાખલ થયેલ છે. આમ,ચોરી થયેલ મોબાઇલ સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં પરાક્રમસિંહ ગોહિલ, સર્વેશ્વર શાહી, મહિપાલસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, શકિતસિંહ ગોહિલ, તરૂણભાઇ નાંદવા, જયદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY