ગણેશ ઉત્સવ દરમિયાન દારૂ ઝબ્બે કરવા પીસીબી અને ડીસીબીના દરોડા

0
9

જુદા જુદા સ્થળો પરથી રૂ. ૭.૧૪ લાખનો દારૂ પકડાયો
સુરત, તા.૨૦
ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરો સક્રિય થઈ ગયા છે. જેને ધ્યાનમાં રાખીને ડીસીબી, પીસીબી પોલીસ પણ આવા બુટલેગરોને ઝડપી પાડવા માટે દોડતી થઈ ગઈ છે.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે લીંબાયત મારા પ્રભુનગર ઈન્ડસ્ટ્રીયલ વિભાગ-૨માંથી બંધ બોડીનો થ્રી વ્હીલ ટેમ્પો નં. જીજે-૫-એયુ-૭૫૭૬ જપ્ત કર્યો હતો. આ ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૪૮૮ બોટલો (કિંમત રૂ. ૭૪,૪૦૦) અને ટેમ્પો મળી કુલ્લે રૂ. ૧,૩૪,૪૦૦નો મુદ્દચામાલ જપ્ત કર્યો હતો. પીસીબી પોલીસે અજાણ્યા ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે ડીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે નાનપુરા સ્નેહ મિલન ગાર્ડન પાસેથી નંબર પ્લેટ વગરની કાર જપ્ત કરી રૂ. ૭૪,૮૮૦ની કિંમતનો દારૂ કાર, બે મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૫,૮૦,૩૮૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસીબી પોલીસે બુટલેગર જય ઉર્ફે કાનુ ઈશ્વરલાલ નવસારીવાળા, જૈનેક્ષ ઉર્ફે જીગુ કિશોર દેસાઈની ધરપકડ કરી સેલવાસના વિપુલ પટેલ, આકાશ કાલીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ કેસ કરનારા હે.કો. મુકેશ મૂળચંદભાઈïએ આરોપીઅો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY