આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૧૯ ન્યાયિક અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે અન્વયે ભાવનગર રેન્જના નવ નિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ IPS નાઓ ધ્વારા ભાવનગર, અમરેલી, બોટાદ જીલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, અમુક અસામાજીક તત્વો ધ્વારા રિવોલ્વર, બંદુકો, પિસ્ટલ જેવા જોખમી હથિયારોથી લગ્નના વરઘોડામા, જાહેર ડાયરામાં, જાહેર સભામાં, જન્મદિવસની ઉજવણી નિમિત્તે, પોતાની પાસેના હથિયારથી કે બીજા પાસેથી હથિયાર લઇ તે હથિયાર સાથેના ફોટોગ્રાફ્સ, વિડીયો ક્લિપ બનાવે છે અને સોશ્યલ મિડીયા જેવા કે, ફેસબુક, વોટ્સએપ અને ટ્વીટર જેવા માધ્યમોથી લોકો પોતાના ડીસ્પ્લે પિક્ચર/પ્રોફાઇલ પીકચર/વોલ ઉપર હથિયાર સાથેના ફોટોગ્રાફ્સ અપલોડ/વાઇરલ કરીને ફોટો/વિડીયો વાઇરલ કરવાનું ગર્વ અનુભવે છે, જેના કારણે આમ નાગરીકોની શારીરિક સલામતિ જોખમમાં મુકાય એવા બેફામ અને બેદરકારીથી કૃત્ય કરવાના કારણે વ્યથા, મહાવ્યથા તેમજ મનુષ્યની જીંદગી જોખમમાં મુકાય તેવું કૃત્ય કરવામાં આવશે તો Indian Penal Code ૧૮૬૦ તથા આર્મ્સ એક્ટ ૧૯૫૯ મુજબ ગુન્હા દાખલ કરી ધરપકડ કરવામાં આવશે, તાજેતરમા અમરેલી જીલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનમાં સે.ગુ.ર.નં.૩૩/૧૯ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)એ મુજબ સરકાર તરફે અજયભાઇ ખુમાણ રહે- ગામઃ વડ, તાઃ રાજુલા વિરૂધ્ધમાં ગુન્હો દાખલ કરી ધરપકડ કરવામાં આવેલ છે. આ અંગે ભાવનગર રેન્જ હેઠળના ત્રણેય જીલ્લા ભાવનગર, અમરેલી અને બોટાદ માં આવી રીતે કેટલા લોકો ધ્વારા આવા પ્રકારના ફોટા અપલોડ કરવામાં આવેલ છે તે શોધી કાઢવા માટે ભાવનગર રેન્જના સાયબર સેલને સક્રિય કરવામાં આવેલ છે અને ભાવનગર રેન્જ સાયબર સેલ ધ્વારા આવા ૨૦ ફેસબુક એકાઉન્ટ શોધી કાઢવામાં આવેલ છે કે જેના ઉપર આવા પ્રકારના ફોટા અપલોડ કરવામાં આવેલ છે અને અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર ધ્વારા આ તમામ લોકો વિરુધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા માટેના અત્રેથી આદેશ જારી કરેલ છે.
જેથી આવા સોશ્યલ મિડીયાના ફેસબુક, વોટ્સએપ અને ટ્વીટર જેવા માધ્યમોથી સસ્તી પ્રસિધ્ધી મેળવવાની અપરાધિક માનસિકતા ધરાવતા યુવાનોને આવી પ્રવૃતિ ન કરવા માટે જાહેર અપીલ કરેલ છે.
(પી.વી.જાડેજા)
રીડર પોલીસ ઇન્સપેક્ટર
નાયબ પોલીસ મહાનિરક્ષકની કચેરી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




