આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવર-હેલ્પરને ૫૦-૫૦ લાખનો ચેક આપ્યો..!!

0
6

મુંબઈ,તા.૧૯
બોલીવુડની ખુબસુરત અભિનેત્રી આલિયા ભટ્ટે થોડા સમય પહેલાં ૨૬મો જન્મદિવસ પોતાના પરિવાર અને મિત્રો સાથે ખુબજ ધામધુમથી મનાવ્યો હતો. આલિયાના જન્મદિવસ પર બોયફ્રેંડ રણબીર કપૂરે એકટ્રેસ સાથે રોમાંટિક ડેટનો પ્લાન કર્યો હતો, જન્મદિવસના ખાસ અવસર પર આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવર અને હેલ્પરને એક સુંદર ભેટ આપી હતી. રિપોર્ટ અનુસાર આલિયાએ બંનેને ૫૦-૫૦ લાખનો ચેક આપ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર આલિયાની પહેલી ફિલ્મ સ્ટૂડંટ ઓફ ધ ઈયરના સમયથી સાથે રહેલ આલિયા ભટ્ટ અને તેનો ડ્રાઈવર સુનીલ અને હેલ્પર અનમોલ કામ કરી રહ્યા છે. આલિયાની અત્યાર સુધીની સફરમાં બંનેએ હંમેશા સાથ આપ્યો છે. આજ કારણે એકટ્રેસે બંનેને ઘર ખરીદવા પૈસા આપ્યા હતા.
આલિયા ભટ્ટ થોડા સમયમાં ફિલ્મ કલંકમાં નજરે ચડશે. આ ફિલ્મનું ટીઝર અને સોંગ રીલીઝ થઈ ગયા છે. આલિયા પહેલી વાર ક્લાસિકલ ડાંસ કરતી દેખાશે એ પણ બોલીવુડ દીવા માધુરી દિક્ષીત સાથે. ફિલ્મ કલંકનું સોંગ ઘર મોરે પરદેશિયા જ રિલીઝ થયુ છે અને પ્રશંસકો તેને ખુબજ વખાણી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY