આજ રોજ થેલેસેમીકસ ગુજરાત અને નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ – મહુવા (બલ્ડબેંક) દ્વારા મહુવામા થેલેસેમિયા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમા થેલેસેમિયા રોગ ધરાવતા બાળકોને થેલેસેમિયાની માહીતી આપવામાં આવી હતી. તથા તેને મળતાં લાભોની માહીતી આપવામાં આવી હતી. અને તેના દિવ્યાંગ સર્ટીફીકેટની અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટની તમામ માહીતી ડૉ .રવી ધાનાણી સાહેબ (રાજકોટ) દ્વારા આપવામાં આવેલ. થેલેસેમિયા રોગ ધરાવતા તમામ બાળકોને વોર્ટર બેગ ની ભેટ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં ડૉ. હરી જે પમનાણી સાહેબ (બાળરોગ નિષ્ણાત), હનીફભાઈ કાલવાતર (પ્રોજેકટ મેનેજર આગાખાન સંસ્થા રાજુલા), કમલેશભાઈ શાહ (નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ – મહુવા બલ્ડબેંક – મહુવા) તથા નરેન્દ્રભાઈ મકવાણા (સામાજિક કાર્યકર) સાગરભાઈ ગોહિલ અને મેહુલભાઈ મકવાણા કેમ્પમાં જોડાય ને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કેમ્પનું આયોજન નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ – મહુવા (બલ્ડબેંક – મહુવા) દ્વારા કરવામાં આવ્યું હતું.
મકવાણા નરેન્દ્રભાઈ મહુવા
૯૯૦૯૦૬૭૪૫૮
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



