જીતનગર ખાતે અંદાજે ૭૨૦ જેટલા પોલીસ જવાનોનું પોસ્ટલ બેલેટ મતદાન યોજાયું  

0
18

રાજપીપળામાં જીતનગર પોલીસ હેડક્વાર્ટસ ખાતે પોલીસ હેડક્વાર્ટસનાં અંદાજે ૭૨૦ જેટલાં જવાનો માટે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન યોજાયુ,જિલ્લા ચૂંટણી અધીકારી આઇ.કે. પટેલે જીતનગર ફેસીલીટેશન સેન્ટરની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ, પોસ્ટલ બલેટનાં નોડલ અધિકારી અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીના રજીસ્ટ્રાર વિજયસિંહ વાળા, પોસ્ટલ બેલેટનાં મદદનીશ નોડલ અધિકારી અને PRO એસ.આર. ચૌધરી વગેરે પણ તેમની સાથે જોડાયાં હતાં.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY