ઘાંઘળીના ચમારડી નજીક સાંકડા નાળા ના કારણે ટ્રક પલ્ટી મારી, ચાલકનું કમકમાટી ભર્યું મોત, સાંકડા નાળા એ જિલ્લામાં ફરી એકનો ભોગ લીધો

0
22

કાળ ને કોઈ કાળ હોતો નથી જે ઘડીના છટ્ટા ભાગમાં ત્રાડકીને હસતા ખેલતા પરિવારોને વેર-વિખેર કરી નાખે છે દુર્ભાગ્યે સાર્થક થયેલી કરુણાતીકાની મળતી વિગતો મુજબ આ લખાઈ છે ત્યારે સવારે 10.20 કલાકે આજુબાજુ પુલ પરથી ટ્રક ખાબકતા એક વ્યક્તિનો ભોગ લેવાયો છે ની વિગતો મળી રહી છે ભાવનગર જિલ્લામાં ફરી એકવાર સાંકડા નાળા ના કારણે ટ્રક પલ્ટી મારી જતા ટ્રક ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં સાંકડા નાળાઓ ના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે જેમાં અનેક લોકો મોતને ભેટ્યા છે તેમ છતાં તંત્રની આંખો હજુ પણ ઉઘડતી નથી. સાંકડા નાળાઓને મોટા કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પણ અનેક વાહનદારો આ સાંકડા નાળાઓના ભોગ બનશે તેમાં નવાઈ નહિ. ભંડારીયાના નાળામાં કેમિકલ ભરેલો ટ્રક ખાબક્યો હતો અને સદનસીબે મોટી જાનહાની થતા અટકી ગઈ હતી અને આજ વહેલી સવારે ભાવનગર ધંધુકા હાઇવે ઉપર વલ્લભીપુરના ચમારડી ગામ નજીક કાલુભાર નદી પર ના સાંકડા નાળા પરથી આજે એક રેતી ભરેલ ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ડ્રાઇવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક નાળામાં પલ્ટી મારી ગયો હતો જેમાં ટ્રક ચાલક દિનેશભાઇ ચાવડાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું

સલીમ બરફવાળા

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY