ઘોર કળિયુગ…પુત્રએ માતા પર ઝનુનપૂર્વક એક સાથે ૧૧ છરીના ઘા ઝીંકી દીધા

0
10

ભાવનગર,તા.૨૫
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને હાલ પતિ અને પરિવારથી છેલ્લા પાંચ વર્ષથી અલગ રહેતા વનીતાબેન મનહરભાઇ ચૌહાણ નામની ૪૬ વર્ષની મહિલા ભરતનગરમાં કોઇ કામ સંબધે ગઇ હતી. તે સમયે તેના પતિ અને પુત્રએ ત્યાં પહોંચી ઝઘડો શરૂ કર્યો હતો અને અગાઉથી ઇરાદાપૂર્વક આવ્યા હોય તેમ પુત્રએ ઝનુનપૂર્વક એક સાથે ૧૧ છરીના ઘા શરીર પર ઝીંકી દીધા હતા. છરી મહિલાની પીઠમાં ફસાઈ જતાં તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાવામાં આવી હતી. તબીબોએ ઓપરેશન કરી મહિલાની પીઠમાંથી છરી બહાર કાઢી હતી. હાલ મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદી પુત્રીએ જણાવ્યું હતું કે, ‘મારૂ નામ અમૃતાબેન હસમુખભાઈ પરમાર છે. મારી માતા વનીતાબેન છેલ્લા પાંચેક વર્ષથી અલગ આખલોલ જકાતનાકે રહે છે અને લોજમાં રાંધવાની મજૂરી કરે છે. આજે મારા ઘરે મારી નાનીબેન બિંદિયા અને તેના પતિ શૈલેષભાઈ આવ્યા હતાં. શૈલેષભાઈ રેડીમેઈડનું કામ કરે છે. તેના કારીગરને પૈસા આપવા અમે જતા હતાં. ત્યારે જ મારા બે ભાઈઓ શુભમ અને સમીરમાંથી સમીર અને મારા પિતા ત્યાં આવ્યા અને પહેલા મારી સાથે ઝઘડો કરવા લાગ્યા ત્યારે મારા પિતાએ સમીરને ઉશ્કેર્યો કે બધા ઝઘડાનું મૂળ તારી મા છે. એટલે સમીર એકાએક મારી માતા તરફ ધસ્યો, મારી માતાએ દોડવાનો પ્રયાસ કર્યો. પણ સમીરે ત્યારે પહોંચી જઇને તેને આડેધડ છરીના ઘા મારવા માંડયા હતા. કુલ ૧૧ છરીની ઘા માર્યા હતા. તેમાં ૧ ઘા પીઠમાં વાગ્યો ત્યાં છરી ફસાય જતા એ લોકો ભાગી ગયા હતા. બાદમાં હું મારી માતાને લઇ હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં ડોક્ટરોએ ૧૦થી ૧૫ મિનિટ શરીરમાંથી છરી કાઢવાનો પ્રયાસ કર્યો પણ સફળ ન થયા એટલે તેને ઓપરેશનમાં લઇ ગયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY