ભાવનગર,તા.૨૯
ભાવનગર શહેરમાં આવેલ સર તખ્તસિંહજી મેડીકલ કોલેજ ખાતે ગૌમૂત્ર કેટલા રોગો સામે રક્ષણ યુક્ત સાબિત થઇ શકે તે માટેનું રીસર્ચ લેબોરેટરી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેનું મેડીકલ ડોકટરો દ્વારા ગૌમૂત્ર (અર્ક)નું પરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેમાં હ્રદયરોગ ઉપરાત શરીર પર લાગેલ ઘાવને ઝડપી રુજ આપવામાં સારું એવું સાબિત થયેલ છે.
ભાવનગર શહેરનાં સર તખ્તસિંહજી મેડીકલ કોલેજ ખાતે હાલમાં ગૌમૂત્ર પર એક રીસર્ચ કરવામાં આવ્યું છે. આ રીસર્ચમાં ડોકટરો દ્વારા ગૌમૂત્ર (અર્ક) કેટલા રોગ માટે રોગપ્રતિકારક સાબિત થઇ શકે તે માટે કોલેજ ખાતે આવેલ લેબોરેટરીમાં પ્રાથમિક ઉંદર અને સસલા પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ગૌમૂત્રને હ્રદય રોગમાં જે રીતે એન્જાન વધી જતો હોય છે. તેમા આ ગૌમૂત્રના અર્કનું પરીક્ષણ ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હતુ.
જેમાં સાબિત થયેલ કે ગૌમૂત્રનું અર્ક એ હ્રદય રોગ સામે રોગ પ્રતિકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે પ્રમાણે શરીરનાં કોઈ પણ ભાગ પર વાગ્યું હોય અને જે ઘાવ રુજ આવવામાં સમય લાગતો હોય તે બાબતે પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતુ.
તેમાં પણ ગૌમૂત્ર (અર્ક) લાગેલ ઘાવને ઝડપી રુજ આપવામાં સાબિત થયો છે. આ ઉપરાંત પુરાણોમાં ઋષિ મુનીઓ દ્વારા પણ ગૌમૂત્રનાં અર્કનાં સેવનથી રોગ સામે રક્ષણ મેળવી શકાયની વાત પણ સાબિત થતા રીસર્ચ કરનાર ડોકટરો પણ માની રહ્યા છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





