૬૦ વર્ષિય વૃદ્ધા ઉપર દિપડાએ જીવલેણ હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ

0
12

ભાવનગર,તા.૨૭
ભાવનગર જિલ્લામાં અવારનવાર દિપડા રેહણાકિય અને વાડી વિસ્તારમાં ઘુસી જાય છે અને માનવ ઉપર જીવલેણ હુમલો કરે છે હજી ગત તારીખ ૧૦/૭/૧૯ ના રોજ તળાજા તાલુકા ના રાજપરા ગામે ચાર વર્ષની બાળકી ને દિપડા એ ફાડી ખાધી હતી ત્યારે આજરોજ પાલિતાણા નજીક આવેલ જેસર તાલુકાના તાતણીયા ગામ માં વાડીમાં રહેતાં વૃદ્ધ મહિલા પર અચાનક હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાના તાતણીયા ગામ ના વાડી વિસ્તારમાં રહેતાં ૬૦ વર્ષીય સજ્બાઇબેન મોહંમદભાઇ ગાડા જે પોતાના પરિવાર સાથે વાડી માં રહે છે અને ૨૭/૦૭/૨૦૧૯ને વહેલી સવારે ૪ઃ૦૦ વાગ્યાની આસપાસ તેઓ પોતે વાડી એ સુતા હોય અને તે સમયે અચાનક તેઓની વાડી માં દિપડો ઘુસી આવેલ અને સજ્બાઇબેન સુતા હતા. ત્યા અચાનક તેના પર હુમલો કરેલ દિપડા એ હુમલો કરતા ઘરના સભ્યો જાગી જતા દિપડા ને ત્યાથી ભગાડેલ અને સજ્બાઇબેન ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેની હાલત ગંભીર જણાતાં તેઓને તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરાતા ફોરેસ્ટ અધિકારી અને સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યા હતો. હાલ દિપડા ના આવા હુમલાથી ફોરેસ્ટ નજીક આવેલા ગામના લોકો ભયભીત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY