વન વિભાગ હસ્તકની બીન અનામત વીડી ની જાહેર હરાજી કરવામા આવશે

0
45

ભાવનગર;સોમવાર;નાયબ વન સંરક્ષકશ્રી, ભાવનગર વન વિભાગ ભાવનગરના જણાવ્યા અનુસાર તેમની કચેરી હસ્તકની બીન અનામત વીડી ની જાહેર હરરાજી કરવામાં આવશે જેની રસ ધરાવતા લોકોએ નોંધ લઈ હરરાજી ના સ્થળે સમયે હાજર રહેવુ  

તદ અનુસાર ભાવનગર તાલુકાના થોરડી, લાખણકા, ઘોઘા તાલુકાના જુના પાદર, સાણોદર,ભવાનીપરા, ઉખરલા ગામે આવેલ બીન અનામત વીડી ની તા. ૧૩  ઓગષ્ટના રોજ બપોરે ૧૧/૩૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, ભાવનગર ખાતે, શિહોર તાલુકાના ઈશ્વરીયા, પીપરડી, લાંબધાર, ઝરીયા, ઉમરાળા તાલુકાના પીપરાળી, પરવાળા ગામે આવેલ બીન અનામત  વીડીની તા. ૧૩ ઓગષ્ટના રોજ ૧૩/૩૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, વિજય પેલેસ સામે, શિહોર ખાતે, મહુવા તાલુકાના મોદા, તળાજા તાલુકાના પછેડીધાર, નવકુકરી, પાલીતાણા તાલુકાના મેઢા ગામે આવેલ બીન અનામત  વીડી ની  તા. ૧૪ ઓગષ્ટ ના રોજ ૧૧/૩૦ રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી,ભાદ્રોડ ગેઈટ, ફોરેસ્ટ કોલોની, બર્મા સોપ ફેકટરીની સામે, મહુવા ખાતે,જેસર તાલુકાના દડુલી ગામે આવેલ બીન અનામત  વીડી ની  તા. ૧૪ ઓગષ્ટ ના રોજ ૧૫/૩૦ ક્લાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી તાલુકા સેવા સદન મહુવા રોડ જેસર ખાતે, બોટાદ જિલ્લા અને તાલુકના સરવે પાટી, ખાખોઈ ગામે, ગઢડા તાલુકાના હરીપર, સખનેસડા(માંડવધાર) ગામે  આવેલ બીન અનામત વીડી ની તા. ૧૩ ઓગષ્ટ ના રોજ  ૧૫/૩૦ કલાકે રેન્જ ફોરેસ્ટ ઓફીસરની કચેરી, વલ્લભીપુર રેન્જ કલ્યાણપુર રોડ, ૧૩૨ કે. વી. સામે, વલ્લભીપુર ખાતે જાહેર હરરાજી કરવામાં આવશે વધુ વિગતો માહિતી માટે જે તે કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

 એસ. એમ. બુંબડીયા/ એન. સી. પરમાર, જિલ્લા માહિતી કચેરી, ભાવનગર.       

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY