પરીક્ષા પે ચર્ચા : રાજ્યના ૪૨ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકો પીએમના કાર્યક્રમમાં ભાગ લેશે

0
8

ભાવનગર,તા.૧૭
વડાપ્રધાન મોદી આ વર્ષે ૨૦મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના તાલ્કાતોરા સ્ટેડિયમ ખાતે *પરીક્ષા પે ચર્ચા ૨૦૨૦* કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે *ટાઉન હોલ* કરશે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ કરી રહ્યા છે. આ કાર્યક્રમ ૨૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે યોજાશે. દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલોમાં આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાજ્યમાંથી આ વર્ષે ૪૨ વિદ્યાર્થીઓ અને ૫ શિક્ષકો વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા જવાના છે.
ભાગ લેવા જનાર એક શિક્ષિકાએ જણાવ્યું ” હું ભાવનગરની મુક્તા લક્ષ્મી મહિલા વિદ્યાલયમાં ૨૩ વર્ષથી સાયન્સ ટીચર તરીકે અભ્યાસ કરાવું છું. ગાંધીનગરમાંથી શાળાઓના કમિશનર દ્વારા મારી પસંદગી કરવામાં આવી છે. સમગ્ર ભારતના ૧૦૩૭ વિદ્યાર્થીઓમાંથી રાજ્યના ૪૨ વિદ્યાર્થીઓ સાથે ૫ શિક્ષકો જશે તેમાની એક હું છું. જ્યારથી દેશ આઝાદ થયો ત્યારબાદ નરેન્દ્ર મોદી પ્રથમ વડાપ્રધાન છે જે બાળકો સાથે પરીક્ષાના મુદ્દે કરે છે. દરેક રાજ્યોના બાળકો એકબીજાને મળે તેમના પ્રશ્નો રજૂ કરે અને આ અભિગમથી કઈક નવું જાણવા મળે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY