પુજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા. ૩૦/૦૯ સુધી સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે.

0
67

રાજ્ય સરકારની સુચના અનુસાર પુજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં તા. ૩૦/૦૯/૨૦૧૮ સુધી સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમોના  વ્યવસ્થિત આયોજન અર્થે નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભાવનગર ખાતે તા. ૧૮/૦૯/૨૦૧૮ ના રોજ મોડી સાંજે એક બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં થયેલ ચર્ચા વિચારણા મુજબ થયેલ આયોજન અનુસાર જિલ્લામાં ગંદા વિસ્તારોની સતત સાફ સફાઈ કરવા, શ્રમદાન કરવા, ઈન્ટર સ્કુલ સ્પર્ધા યોજવા, રહેણાંકી, કોલોની, વાણિજ્ય વિસ્તાર, જાહેર સ્થળોની સાફ સફાઈ કરવા, સ્વચ્છતાલક્ષી કામગીરી કરનાર શ્રેષ્ઠ કર્મચારીનું સન્માન કરવા, લોકો જાહેરમાં શૌચક્રિયા ન કરે અને શૌચાલયમાં જ શૌચક્રિયા કરે તે દિશામાં લોકજાગ્રુતિના કાર્યક્રમો કરવામા આવશે.

તા. ૦૨/૧૦ ના રોજ તમામ ગામો માં સવારે પ્રભાતફેરી, સાંજે સર્વધર્મ પ્રાર્થના,સંગીત સંધ્યા,ભજનો સહિતના કાર્યક્રમો યોજાશે આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાઠવા, નાયબ મ્યુ. કમિશ્નરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લાની નગરપાલિકાના નોડલ ઓફીસરશ્રી જે. એલ. દવે,  જિલ્લાપંચાયત આરોગ્યશાખાના શ્રી તાવિયાડ, મેડીકલ ઓફીસરશ્રી ચૌધરી, સર. ટી. હોસ્પિટલના શ્રી હાર્દિક ગાઠાણી સહિત સંબંધિત કચેરીઓના અધિકારી/પ્રતિનિધિ હાજર રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY