રાજપીપળા માં મંગળવારે મોડી રાત્રે તંગદિલી ભર્યું વાતાવરણ

0
20

વડિયા જકાતનાકા નજીક એક કોમના બે યુવાનોને જૂની રીશ રાખી પાઇપો વડે માર મારી ખૂની હુમલો,ચાર વિરુદ્ધ ફરિયાદ

ઈજાગ્રસ્ત મુસ્લિમ પરિવાર ના બંને યુવાનોને રાજપીપળા સિવિલમાં પ્રાથમિક સારવાર અપાઈ ,પોલીસે ચાર પૈકી બેની ધરપકડ કરી

રાજપીપળા : રાજપીપળા માં ગણપતિ અને મોહરમ ના પર્વ ટાણૅજ મંગળવારે મોડી રાત્રે એક કોમના બે યુવાો ઉપર મામૂલી બાબતે ખૂની હુમલો થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી જીલાનીહુસેન ગુલામહુસેન સોમરા એ આપેલી ફરિયાદ મુજબ પાંચેક દિવસ પેહલા રાજપીપળા સબજેલ પાસે ફરિાી અને અંકિત નામના યુવાનની બાઈક ભટકાતા મામૂલી બોલાચાલી થયેલી જેની રિશ રાખી મંગળવારે ફરિયાદી જીલાની અને એનો મિત્ર આશીબ પઠાણ, (બંને રહે,રાજપીપળા ) બાઈક પર જતા હતા એ સમયે રાજપીપળા નજીક ના વડિયા જકાતનાકા પાસે સામાવાળા પૈકી નિલેશ ઈશ્વરભાઈ તડવી ,અંકિત વિનુભાઈ રાઠોડ ,ભાવિન દિનેશભાઇ તડવી અને હિતેશ સુરેશભાઈ વસાવા (તમામ રહે, રાજપીપળા )નામના યુવાનો લોખંડ ની પાઇપ જેવા મારક હથિયારો સાથે ત્યાં આવી ફરિયાદી તેમજ તેના મિત્ર ને રોકી બંને ઉપર જીવલેણ હુમલો કરી પાઇપો વડે મારી ખુન કરવાની કોશિશ કરી જાહેરનામાનો ભંગ કરી બે યુવાનો પર જીવલેણ હુમલો થયો હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશને મંગળવારે મોડી રાત્રે લખાતા પોલીસે તાત્કાલિ ચાર પૈકી અંકિત રાઠોડ અને હિતેશ વસાવા ની ધરપકડ કરી છે જયારે અન્ય બે ની પોલીસ શોધખોળ કરી રહી છે.

જોકે હાલ તહેવારો ટાણે આમ અચાનક આ ધીંગાણું થતા મંગળવારે રાત્રે આ વાત વાયુવેગે રાજપીપળા શહેર માં ફેલાતા વાતાવરણ તંગ જોવા મળ્યું હતું ત્યારે નાનકડી બાબતે આ ઘટના બનતા કોમી ભડકો થતો રહી ગયો હતો એમ કહી શકાય રાજપીપળા ટાઉન પી આઈ આર એસ તાવીયાડ આ કેસ ની તપાસ કરી રહ્યા છે ત્યારે હાલ તો રાજપીપળા શહેર માં શાંતિ છે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY