૧૧ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આજીવન કેદ ફટકારી

0
19

ભાવનગર,તા.૨૯
ભાવનગરના એક ગામે ૧૧ વર્ષની બાળકીને લલચાવી વેરાન સ્થળે લઈ જઈ એક યુવકે તેની સાથે દુશ્કર્મ આચર્યુ હતું, આ મામલે વેરાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તા ૨૬ માર્ચ ૨૦૧૭ના રોજ ઘટેલી ઘટના ભાવનગર ખાસ જજ એમ જે પરાશર સામે મુકવામાં આવતા તેમણે ૧૯ નિવેદનો અને ૨૬ પુરાવાઓને ધ્યાનમાં લઈ આરોપીને મૃત્યુપર્યત જેલમાં રહેવાની આકરી સજા ફટકારી હતી. હાલમાં આરોપીની ઉમંર ૩૧ વર્ષની છે.
ભાવનગરના એક ગામે મજુરી કામ કરતા ભાવનગરના નાગલપુરના વતની ગગજી જાગરાણાની નજર ગામની જ ૧૧ વર્ષની નિદોર્ષ બાળકી ઉપર પડી હતી. ગગજીએ બાળકીને કોઈક લાલચ આપી રાતના સાડા આઠ વાગે પોતાની સાથે આવવાનું કહ્યુ હતું, પરંતુ પોતાની જીંદગીને હજી માંડ સમજી શકતી ૧૧ વર્ષની બાળકી ગગજી જાગરાણામાં મનમાં જાગેલી વાસનાને સમજી શકી નહીં અને તે ગગજી સાથે ગઈ હતી. ગગજીએ તેને એકાંત સ્થળે લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ મામલે બાળકીએ જ્યારે પોતાના પરિવારને જાણ કરી ત્યારે ગગજી જાગરાણા સામે વેરાવદર પોલીસમાં ગુનો નોંધાયો હતો.
આ કેસ ખાસ જજ પરાશર સામે રજુ કરવામાં આવતા ફોરેન્સીક પુરાવા અને સાક્ષીઓના નિવેદનના આધારે તેમણે ગગજી જાગરાણાને વિવિધ કલમ અનુસાર અલગ અલગ સજા ફટકારી પંદર હજાર દંડ ફટકાર્યો હતો, પરંતુ આઈપીસી ૩૭૬માં આજીવન કારવાસનો આદેશ આપ્યો હતો. અદાલતે તેમાં નોંધ્યું કે ગગજીના કુદરતી મૃત્યુ સુધીનો સમય તેણે કારાવાસમાં પસાર કરવાનો રહેશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY