ભાવનગર,તા.૨૬
ભાવનગરના મહુવામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જયેશભાઇ ગુજરીયાની હત્યા બાદ ત્રીજા દિવસે પણ વાતાવરણ તંગ જાવા મળ્યું હતું. સવારે પોલીસ બંદોબસ્ત વચ્ચે વેપારીઓએ દુકાનો ખોલી હતી પરંતુ સાંજે ટોળાએ તોડફોડ અને આગજની કરતા પોલીસ ટોળાને વિખેરવા ટીયરગેસના ૧૯ સેલ છોડ્યા હતા. આથી ભાવનગર કલેક્ટર હર્ષદ પટેલે સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજથી લોકો ઉશ્કેરાઇ નહીં તેને ધ્યાને લઇને ૩૧ ઓક્ટોબર સુધી નેટ સેવા બંધ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.
કલેક્ટરે જાહેરનામું બહાર પાડતા જણાવ્યું હતું કે, મહુલા તાલુકામાં સોશિયલ મીડિયા મારફત વાયરલ મેસેજ, ફેલાતી અફવાઓ અટકાવવા જ્ઞાતિ અને ધર્મ પ્રત્યે વૈમનસ્ય ફેલાતું અટકાવવા અને કાયદો વ્યવસ્થાની જાળવણી અર્થે સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ સેવાઓ પર તાકીદની અસરથી પ્રતિબંધ મુકવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા નાયબ પોલીસ અધિક્ષક ભાવનગરના પત્રથી દરખાસ્ત રજૂ થયેલ છે. હું હર્ષદ પટેલ ભાવનગર જિલ્લા કલેક્ટર મહુવા તાલુકામાં તા.૨૫થી ૩૧ ઓક્ટોબર સાત દિવસ સુધી સોશિયલ મીડિયા , ઇન્ટરનેટ સેવાઓના ઉપયોગ તથા આ અંગેની સેવાઓ પૂરી પાડવા પર પ્રતિબંધ ફરમાવું છું.
મહુવા વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખની બે દિવસ પહેલા થયેલી હત્યા બાદ મહુવામાં મોડી સાંજે વાતાવરણ તંગ બની ગયુ હતું અને ભારેલા અગ્નિ જેવો માહોલ છવાયો હતો. જેથી પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સવારે બજારો ખુલી હતી.પર઼તુ સાંજે ફરી હિંસા ભડકી હતી અને ઠેક ઠેકાણે તોડફોડ અને વાહનો સળગાવવાના બનાવો બનવા પામ્યા હતા. પોલીસ તંત્રએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અને ટોળાને વિખેરવા માટે ૧૯ સેલ ટીયર ગેસના છોડ્યા હતા. મહુવામાં એખલાસતા અકબંધ છે. છતાં અજંપાભરી શાંતિ છે.
મહુવાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખની હત્યા પ્રકરણમાં મહુવા પોલીસે ચાર વ્યÂક્તઓની ધરપકડ કરી ગુન્હામાં વપરાયેલા હથિયારો કબ્જે લઇ તમામને કોર્ટમા રજૂ કરી રીમાન્ડની માંગણી કરાતા અદાલતે તમામના શનિવાર સાંજ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા હતા. મહુવામાં ગત તા.૨૩/૧૦ ના રોજ ગાંધીબાગ વિસ્તાર પાસે રાત્રીના ૮-૩૦ કલાક આસપાસ મહુવા વિશ્વ હીન્દુ પરીષદના પ્રમુખ અને કોળી જ્ઞાતીના આગેવાન જયશેભાઇ કિશનભાઇ ગુજરીયા ઉર્ફે બકાલી અને તેમના સુરતથી મહુવા આવેલા તેમના મિત્ર મહેશભાઇ હરેશભાઇ મજેઠીયા ઉપર ચાર શખ્સોએ ઘાતકી હથિયારો વડે જીવલેણ હુમલો કરતા બન્નેને લોહી લુહાણ હાલતે સારવાર અર્થે ભાવનગર ખાતેની હોÂસ્પટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન જયેશભાઇનુ઼ મૃત્યું થતા બનાવ હત્યામા પરિણમ્યો હતો.
આ ઘટનાને લઇને મોરારિ બાપૂએ જયેશભાઇના ઘરની મુલાકાત લઇ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. તેમજ જયેશભાઇના આત્માની શાંતિ માટે બાપૂએ પરિવારજનો સાથે રામધૂન પણ બોલાવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




