ગ્વાલિયર,તા. ૨૯
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા બંને લોકોની હાલત ગંભીર બનેલી છે. ફ્રીજમાં કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના ગ્વાલિયરના દર્પણ કોલોનીની છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અહીં સ્થિત એક મકાનમાં ફ્રીજમાં કમ્પ્રેસર ફાટી જતી દિવાળ પડી ગઇ હતી. તમામ લોકો ઉંઘી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. સુત્રોએ કહ્યુ છે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનો પણ હચમચી ઉઠ્યા હતા. બનાવના સમય લોકો ઘરમાં ઉંઘી રહ્યા હતા. જેથી કોઇને નાસવાની તક મળી ન હતી. બે માળના મકાનના પહેલા માળ પર ફ્રિજમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે શોર્ટ સક્રિટના કારણે બ્લાસ્ટ થયો હતો. ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત કફોડી બનેલી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



