શામળદાસ કોલેજ અને ઇસ્કોન કલબ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

0
254

શામળદાસ કોલેજ અને ઇસ્કોન કલબ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષણ મંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.

આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, સ્વચ્છતા ઝુંબેશને સાચા અર્થમામં સાર્થક કરવાની નેમ રાખીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પી શકીએ તેમણે પૂ. બાપુના જીવન-કવન અને તેમની પ્રવૃતિઓનો ચિત્તાર રજુ કર્યો હતો. રાષ્ટ્રમાં સ્વચ્છતા માટે મહાત્મા ગાંધીએ કરેલા કાર્યો વિશે જણાવી તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યુ હતું.

શિક્ષણ મંત્રીશ્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, મહાત્મા ગાંધી વિશે વાત કરવા માટે શબ્દો અને સમય ઓછો પડી શકે પૂ. બાપુએ સત્ય અને અહિંસાનો જ નહિ પરંતુ સ્વચ્છતાનો પણ સંદેશ આપ્યો હતો. સ્વચ્છ ભારત અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિશે જણાવી તેનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવેલ. મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યો યુવાનોમાં અને આવનાર પેઢીમાં સંસ્કારોનુ અસરકારક રીતે સિંચન થાય તે ઉદ્દેસ્ય સાથે ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયેલ અને આજના દિવસે ખાદી ગ્રામોઉધોગ ભાવનગર ખાતે થી મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમજ શિક્ષકોએ ખાદી ખરીદીને ધન્યતા અનુભવી હતી.

આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, વાઇસ ચાન્સીલર ર્ડા. વાઘાણી, મેયરશ્રી મનહરભાઇ મોરી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નિલેશભાઇ રાવલ, શહેર ભાજપ પ્રમુખશ્રી સનતભાઇ મોદી, તેમજ પ્રતિક પ્બલીકેશન અને ઇસ્કોન કલબના મેમ્બર અને શાળા/કોલેજના વિધાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્તિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY