તા. ૨૭ ના રોજ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ઘોઘા ખાતેનાં રો-પેકસ ફેરી સર્વિસ લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસે કલેકટર કચેરી ખાતે તેમની ચેમ્બરમાં એક સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે આવતી કાલે તા. ૨૬ ના રોજ સવારે આ કાર્યક્રમ અંતર્ગત ફરજો બજાવતા અધિકારીઓએ ઘોઘા ખાતે સ્થળ પર હાજર રહી કાર્યક્રમને આખરી ઓપ આપવાનો રહેશે.
આ બેઠકમાં થયેલ સમિક્ષા બાબતે તેમણે જણાવ્યું હતું કે વી. આઈ. પી. સહિતના લોકોને નિમંત્રણ કાર્ડ સમયસર પહોંચતા કરવાના રહેશે, ફૂડ પેકેટની, એસ. ટી. ની બસોની, માન. મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો અર્પણ કરવાની, એકોમોડેશનની, પાણીની, લાઈટ, માઈક, એનાઉન્સરની, વાહન પાર્કિંગની, કાયદો અને વ્યવસ્થા જાળવણીની વ્યવસ્થા માટે ખુબજ સજાગ રહી ને કામગીરી કરવાની રહેશે. મીડિયાના પ્રતિનિધિઓને વધુમાં વધુ સંખ્યામાં કાર્યક્રમ સ્થળે લઈ જવા તેમજ લાવવાના રહેશે.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી વાઘમશી, પ્રાંત અધિકારીશ્રી મીંયાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાઠવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પંડ્યા, કાર્યપાલક ઈજનેર(સ્ટેટ) શ્રી એચ. કે. દોશી, પંચાયતના કાર્યપાલક ઈજનેરશ્રી બી. એલ. મડિયા, નાયબ મ્યુ. કમિ.શ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા રમતગમત અધિકારી શ્રીમતી સીમાબેન ગાંધી,નાયબ મામલતદાર કીંજલબેન દોશી હાજર રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




