મદદનીશ નિયંત્રક કાનૂનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા સપ્ટેમ્બર – ૨૦૧૮ દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી(એન્ફોર્સમેન્ટ) રૂલ્સ અન્વયે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કુલ ૧૮૪૯ વેપારી એકમોની ચકાસણી અને મુદ્રાંકનની કામગીરી હાથ ધરી ચકાસણી અને મુદ્રાંકનની રૂા.૧૫,૮૧,૨૨૬/- સરકારી ફી વસુલ કરવામાં આવી છે. વજનમાપ તથા પીસીઆર કાયદાના ભંગ કરવા બદલ ૪૪ વેપારી એકમો સામે પ્રોશીકયુશન કેસ કરી રૂા.૧૬,૧૦૦ નો દંડ વસુલ કરાયો હતો.
આ ઉપરાંત ઉમરગામ તાલુકાના ભિલાડ ખાતે મોબાઇલ કોર્ટનું આયોજન પણ કરાયું હતું. જેમાં ૪૦ વેપારી એકમો સામે કેસ કરી રૂા.૧૨૦૦૦/- નો દંડ સ્થળ ઉપર જ વસુલ કરાયો હતો. જ્યારે નવસારી ખાતે આવેલી બજરંગ ટોઇઝ એન્ડ ગીફટ સામે રમકડાં ઉપર નક્કી કરેલી કીંમત કરતાં વધુ ભાવ લેવા બાબતે કાયદેસરની કાર્યવાહી કરી રૂા.૨૦૦૦/-નો દંડ વસુલ કરાયો હોવાનું મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી બી.આર. વિશાણા દ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





