મારામારીના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

0
24

ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેસ હાથ ધરેલ હોય જેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે વરતેજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નંબર ૫૦/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હબીબભાઇ વલીભાઇ બેલીમ ઉ.વ.૫૦ રહેવાસી ખડસલીયા ગામ, તા.જી.ભાવનગર વાળાને ખડસલીયા ગામના પાટીયા પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી. પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા પ્રદીપસિંહ ગોહીલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા ડ્રાઇવર પરેશભાઇ પટેલ જોડાયા હતા.

(તસ્વીર તોફીક આરબ ભાવનગર)

MO 8128883816

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY